ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને ટ્વીટર પર મિમ્સનો વરસાદ

Published: 13th January, 2021 15:26 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

#TeslaIndia ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે. વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપનીએ બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડમાં નોંધણી કરાવી છે. ટેસ્લાએ બેંગલુરુમાં એક સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપ્યું છે. બેંગલુરુ ટ્રાફિક માટે સૌથી કુખ્યાત છે. એટલે યુઝર્સ ટ્વીટર પર ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અને બેંગલુરુની પરિસ્થિતિની સરખામણી કરીણે મિમ્સ બનાવી રહ્યાં છે. #TeslaIndia ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

આવો જોઈએ યુઝર્સે કેવા મીમ્સ બનાવ્યા:

બેંગલુરુના ટ્રાફિકમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારો કેવી ઉચિત રહેશે તે અંગે ટ્વીટર યુઝર્સ ચિંતિત છે.

કેટલાક લોકોને એ ચિંતા છે કે, ટેસ્લાની ઓટોપાયલોટ વાળી સુવિધા ભારતના ટ્રાફિકમાં મેળ ખાશે કે નહીં.

ટેસ્લાના ભારતમાં પ્રવેશ પર યુઝર્સે ઘણા મજેદાર મિમ્સ બનાવ્યા છે.

આ પણ વાંચો: હવે ભારતમાં જ તૈયાર થશે ઇલેક્ટ્રિક કાર, ટેસ્લાએ બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું

તમને જણાવી દઈએ કે, ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે. જેની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK