એવું મંદિર જ્યાં થાય છે મહિલાઓના ‘સ્તન’ની પૂજા, કારણ જાણીને ચોંકી જશો

Published: 2nd October, 2020 21:17 IST | Gujarati Mid-day Online Correspondent | Japan

આ મંદિરમાં લોકો મહિલાતા સ્તન ચડાવવાની માનતા રાખે છે

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

વિશ્વના દરેક ખુણે નજર નાખીએને તો અવનવી વસ્તુઓ જોવા મળે છે અને જુદી જુદી માન્યતાઓ વિશે સાંભળવા પણ મળે છે. પૂજા ભગવાનની થાય એ સામાન્ય બાબત છે. પણ વિશ્વમાં ઘણા સ્થળ એવા છે કે જ્યાં ભગવાન સિવાય વસ્તુ અને લોકોની પણ પૂજા કરવામાં આવે છે. લોકો ક્યારે અને ક્યાં કોની પૂજા કરવા લાગે છે તે કોઈ નથી જાણતું. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જે મંદિરમાં ભગવાનની નહીં પરંતુ મહિલાઓના સ્તનની પૂજા થાય છે. તમને થોડું વિચિત્ર લાગશે. પરંતુ આ વાત 100 ટકા સાચી છે. આવું જ કાંઈક અલગ મંદિર જાપાનમાં આવેલું છે. જ્યાં ન તો કોઈ ભગવાનની કે, ગ્રહોની પૂજા થાય છે પરંતુ તેની જગ્યાએ મહિલાના બૂબ્સ એટેલે કે, સ્તનની પૂજા કરવામાં આવે છે.

જાપાનમાં આવેલું આ મંદિર એવું છે કે, તમે ગમે ત્યા નજર ફેરવશો તમને મહિલાના સ્તન જોવા મળશે. લોકો અહીં મહિલાના સ્તન ચડાવવાની માનતા રાખે છે. જોકે, તે સ્તન સાચા નહીં પરંતુ કોઈપણ વસ્તુ કે, ધાતુમાથીં બનાવેલા હોય છે. પરંતુ ક્યા કારણે આ મંદિર બનાવવામાં આવ્યું અને લોકો કેમ અહીં સ્તન ચડાવવાની માનતા રાખે છે તે જાણીને તમે ચોંકી જશો.

મંદિરમાં છિછિગમીસમ દેવીની થાય છે પૂજા

જાપાનમાં આવેલું આ અનોખું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે, આ મંદિરમાં સ્તનની દેવી છિછિગમીસમની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં માત્ર સ્તન જ જોવા મળશે. આ મંદિરનો શણગાર પણ ઋ અને કારડથી કરવામાં આવી છે.

Japan Temple

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

શા માટે મંદિરમાં સ્તનની પૂજા કરવામાં આવે છે?

આ મંદિરમાં વિશ્વમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સ્તન વાળી દેવીની પૂજા કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે, આ મંદિરમાં મહિલાઓ સલામત ગર્ભાવસ્થા, સ્તન કેન્સરથી બચવા અને માતાને દૂધ સારું આવે તે માટે પૂજા કરે છે. એવી પણ માન્યતા છે કે, આ મંદિરમાં આવતી તમામ મહિલાઓવી મનોકામના પૂર્ણ થાય છે અને જે પણ મહિલાની મન્નત પૂરી થાય છે તે પરત આવીને સ્તનનો ચડાવો કરે છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતા

મંદિરમાં સ્તનની પૂજા કરવા પાછળની કહાની પણ ખુર સરપ્રદ છે. માન્યતાઓ પ્રમાણે, જાપાનના વાકાયામા શહેરની એક ડૉક્ટરે આ મંદિરમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત પોતાની મહિલા દર્દી માટે મન્નત માની હતી અને તેણે પોતાની માનતા પૂર્ણ થવા પર દેવીને ડમી સ્તનનો ચડાવો કર્યો હતો. મહિલા ડોક્ટરની પેશન્ટ પણ સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ હતી. ત્યારબાદથી જ મહિલાઓનો વિશ્વાસ આ મંદિર પ્રત્યે વધવા લાગ્યો છે. મહિલાઓ પોતાની મન્નત પૂર્ણ થવા પર ડમી સ્તન ચડાવવા માટે આવે છે.

મંદિરની દરેક વસ્તુ મહિલાના સ્તન જેવી જ

જેમ-જેમ આ મંદિરની લોકપ્રિયતા વધતી જઈ રહી છે તેમ તેમ અહીં આવનાર મહિલાઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે. જોકે મહિલાઓના આકર્ષણ અને શ્રદ્ધાને જોતા આ મંદિરના આકારને પણ મહિલાના સ્તન જેવો બનાવવામાં આવી રહ્યો છે. આ મંદિરની દરેક વસ્તુ જોવામાં બિલકૂલ મહિલાના સ્તનના આકાર જેવી જ છે. એટલે સુધી કે, મંદિરના ફૂવારાઓ અને મૂર્તિઓ પણ મહિલાઓના સ્તનના આકાર જેવી બનાવવામાં આવી છે.

Japan Temple

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

અહીં આવનારી મહિલાઓના જણાવ્યા પ્રમાણે, સ્તન નાળી દેવી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને સ્તન કેન્સરથી ઝઝૂમી રહી મહિલાઓ આ મંદિરમાંથી ખાલી હાથે પરત નથી ફરતી. માતા તેમના પર કૃપા વરસાવે જ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK