Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતનો કોઈ જવાન કેમ શહીદ થતો નથી?

ગુજરાતનો કોઈ જવાન કેમ શહીદ થતો નથી?

11 May, 2017 03:38 AM IST |

ગુજરાતનો કોઈ જવાન કેમ શહીદ થતો નથી?

ગુજરાતનો કોઈ જવાન કેમ શહીદ થતો નથી?


modi

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરહદ પર શહીદ થતા જવાનો બાબતે કરેલા વિવાદાસ્પદ બયાનની સર્વત્ર ટીકા શરૂ થઈ છે. અખિલેશ યાદવે ગઈ કાલે જણાવ્યું હતું કે સરહદ પર અન્ય રાજ્યોના જવાનો શહીદ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના જવાનો કેમ શહીદ થતા નથી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા વિચિત્ર બયાનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે છૂપો પૂર્વગ્રહ પ્રગટ કરતાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે શહીદ થતા જવાનોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારત સહિત તમામ પ્રાંતોના વતની સૈનિકોનો સમાવેશ છે; પરંતુ ગુજરાતનો વતની કોઈ જવાન કેમ શહીદ થતો નથી?



yadav

જમ્મુ-કાશ્મીરની અશાંતિ, પાકિસ્તાન તરફથી સરહદ પર ગોળીબાર અને આતંકવાદીઓ તથા નક્સલવાદીઓ સાથે લશ્કર અને સલામતી-દળોની અથડામણોમાં જવાનોનાં મૃત્યુની ઘટનાઓ વચ્ચે અખિલેશ યાદવનું આ બયાન ટીકાપાત્ર બન્યું છે. લશ્કરી જવાનો તથા અન્ય સંગઠનોએ ટીકા કરતાં જણાવ્યું હતું કે સૈનિકોની વીરગતિને પણ રાજકારણનો વિષય બનાવવાનો આ પ્રયત્ન શરમજનક છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2017 03:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK