Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નગ્ન કરી જાહેરમાં ફેરવતા ટીનેજરે કરી આત્મહત્યા

નગ્ન કરી જાહેરમાં ફેરવતા ટીનેજરે કરી આત્મહત્યા

21 September, 2012 04:56 AM IST |

નગ્ન કરી જાહેરમાં ફેરવતા ટીનેજરે કરી આત્મહત્યા

નગ્ન કરી જાહેરમાં ફેરવતા ટીનેજરે કરી આત્મહત્યા




સૌરભ વક્તાણિયા





મુંબઈ, તા. ૨૧

ગયા શુક્રવારે તેની મમ્મી સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે શિવડીના ઇન્દિરા નગરમાં રહેતી ૧૫ વર્ષની ટીનેજરને ચાર મહિલાઓએ ઢોરમાર માર્યા પછી તેનાં કપડાં કાઢીને તેને જાહેરમાં ફેરવી હતી. આ આઘાત સહન ન કરી શકતાં નાઇન્થમાં અભ્યાસ કરતી ટીનેજરે ગઈ કાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે. જે. હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું. પાડોશીઓ પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ચાર નાસતા ફરે છે.



છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ મુદ્દાઓને લઈને સ્નેહાની મમ્મી મુથ્થુલક્ષ્મીનો તેમના પાડોશીઓ સાથે ઝઘડો ચાલતો હતો. શુક્રવારે સવારે સ્નેહાના પિતા કામ માટે બહાર જતાં ફરી એક વાર પાડોશીઓ સાથે મમ્મીનો ઝઘડો થતાં પાડોશીઓ દ્વારા તેને ધક્કે ચડાવવામાં આવતાં તે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. સ્કૂલમાં જવાનું હોવાથી સ્નેહા ઘરે જ હતી. તેમની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરવામાં આવી રહી છે એવી બાતમી મળતાં પાડોશી મહિલાઓએ એક પુરુષ સાથે મળી ટીનેજર પર શારીરિક હુમલો કર્યો હતો. તેના વાળ ખેંચીને તેને ઘરની બહાર કાઢવામાં આવી હતી અને તેનાં કપડાં ફાડી તેને બહાર ફેરવવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો ભારે આઘાત લાગતાં ઘરે પરત ફર્યા બાદ ટીનેજરે ઝેર પી લીધું તેમ જ આખા શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી હતી. પરિણામે તેને જે. જે. હૉસ્પિટલના આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે નિષ્કાળજી રાખી હોવાનો આક્ષેપ પણ સ્થાનિક ઍક્ટિવિસ્ટ દયાળ બહાદુરે કર્યો હતો.

અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ દિલીપ વાઘમારેએ કહ્યું હતું કે તમામ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરે એવું કૃત્ય કરવાની આઇપીસીની કલમ ૩૦૬ મુજબ કેસ કરવામાં આવ્યો છે.

જે. જે. = જમશેદજી જીજીભોય

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ

આઇપીસી  = ઇન્ડિયન પીનલ કોડ
Whatsapp-channel Whatsapp-channel

21 September, 2012 04:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK