ટીના અંબાણીએ શૅર કરેલો આ ક્યૂટ ફેમેલી વીડિયો તમે જોયો કે નહીં?

Published: Aug 19, 2020, 19:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

World Photography Day નિમિત્તે ટીના અંબાણીએ અમૂક જૂના ફેમેલી ફોટોઝ શૅર કર્યા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

World Photography Day નિમિત્તે ટીના અંબાણી (Tina Ambani)એ અમૂક જૂના ફેમેલી ફોટોઝ શૅર કર્યા છે, જે અમૂલ્ય છે. આ ફોટોઝમાં તેમના પતિ અનિલ અંબાણી (Anil Ambani), બે પુત્ર અનમોલ અને અંશુલ, સાસુ કોકીલાબેન અંબાણી (Kokilaben Ambani) અને રિલાયન્સ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)નો સમાવેશ છે. તેમ જ વિડિયોમાં તેના ભત્રીજા અને ભત્રીજીની ઝલક છે.

વિડિયોની શરૂઆત ટીના અંબાણી અને પતિ અનિલ અંબાણીના ફોટોગ્રાફ્સથી થાય છે. તેમણે #WorldPhotographyDay હેશટેગ ઉમેરતા લખ્યું કે, ‘દરેક ક્લિકમાં યાદો સચવાયેલી છે, દરેક પિક્ચરમાં એક વાર્તા છે, જીવન અવિરતપણે ચાલતુ હોવા છતાં દરેક ઈમેજ સમયને ફ્રીઝ કરે છે!’

 
 
 
View this post on Instagram

. Every click preserves a memory, every picture tells a story, every image freezes time even as life marches on relentlessly! #worldphotographyday

A post shared by Tina Ambani (@tinaambaniofficial) onAug 18, 2020 at 8:24pm PDT

આ સ્લાઈડશો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ થયો તેના એક કલાકમાં 7000થી પણ વધુ લોકોએ જોયા હતા અને ઘણી કમેન્ટ્સ આવી હતી. એક વ્યક્તિએ કમેન્ટ આપી કે, 'આ એક લવલી સ્લાઈડશો છે જે સુંદર જીવન દર્શાવે છે.' અન્ય એક વ્યક્તિએ કમેન્ટ આપી કે, 'મારા ફેવરેટ કપલ અને મારી ફેવરેટ એક્ટરના આ સુંદર પીક્સ છે.'

ટીના અંબાણી ઈન્સ્ટાગ્રામમાં ફેમેલી ફોટોગ્રાફ્સ અપલોડ કરતાં હોય છે. આ વિડિયોમાં બે ફોટા તેમણે ફેબ્રુઆરીમાં કોકીલાબેન અંબાણીના જન્મદિવસે અપલોડ કર્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK