૧૫ વર્ષની માનસિક રીતે અક્ષમ છોકરી પર ૧૭ વર્ષના છોકરાએ ૧૩ વાર રેપ કર્યો

Published: 6th November, 2014 05:18 IST

છેલ્લા થોડા સમયથી ૧૫ વર્ષની માનસિક રીતે અક્ષમ છોકરી પર રેપ કરવા બદલ પાયધુની પોલીસે ૧૭ વર્ષના આરોપીની બુધવારે તેના ઘરેથી ધરપકડ કરી હતી.


૧૭ વર્ષનો આરોપી સ્કૂલ ડ્રૉપ-આઉટ છે અને આ છોકરીનો દૂરનો સગો છે. થોડા દિવસ પહેલાં પોતાની આન્ટીના ઘરે ચેમ્બુર ગયેલી છોકરીએ પેટમાં દુખાવો થવાની અને વૉમિટિંગની ફરિયાદ કરતાં તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે તેને ચાર મહિનાનો ગર્ભ રહ્યો હોવાનું જાણવા મળતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ છોકરીની આન્ટીએ તેના પેરન્ટ્સને જાણ કરી મંગળવારે પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

ઘટનાનો ભોગ બનેલી છોકરીનાં મમ્મી-પપ્પા બન્ને કામ કરતાં હોવાથી દિવસ દરમ્યાન તે એકલી જ ઘરમાં રહેતી હતી. આરોપી તેમના ઘરે સમયે-સમયે આવતો રહેતો હતો. દિવસ દરમ્યાન એકલી રહેતી હોવાથી આરોપીએ છ મહિના પહેલાં મોકો જોઈને છોકરી પર રેપ કયોર્ હતો. બુધવારે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ-તપાસમાં તેણે ૧૩થી વધુ વખત છોકરી પર રેપ કયોર્ હોવાનું કબૂલ્યું હતું. ઘટનાનો ભોગ બનેલી છોકરી અને આરોપી મસ્જિદ બંદર નજીક પાયધુની પોલીસ-સ્ટેશનની હદમાં જ રહેતાં હતાં.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK