ટીમ અણ્ણાને એમએમઆરડીએ ગ્રાઉન્ડની ૧૫ દિવસની પરમિશન

Published: 20th December, 2011 06:40 IST

વસઈ-વિરાર વચ્ચે જનચેતના એક્સપ્રેસ કાર્યક્રમ : રવિવારે થશે રૅલીનું આયોજનગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે દ્વારા શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામેના આંદોલન ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન હેઠળ સંસદમાં જનલોકપાલ બિલ જો આ શિયાળુસત્રમાં પાસ નહીં કરવામાં આવે તો ૨૭ ડિસેમ્બરથી  અણ્ણા હઝારે ફરી એક વાર અનશન પર બેસવાના છે. આ વખતે તેઓ મુંબઈમાં અનશન કરવાના છે. ગઈ કાલે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના ગ્રાઉન્ડ પર તેમને અનશન કરવાની પરમિશન ૧૫ દિવસ માટે આપી છે.  જોકે એ માટે ટીમ અણ્ણાએ ૩૮,૮૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ-ડિરેક્ટર (પ્રવક્તા) દિલીપ કવટકરે કહ્યું હતું કે અણ્ણા અને તેમની ટીમને વિરોધ પ્રદર્શન કરવા સૈદ્ધાંતિક પરમિશન આપવામાં આવી છે.

બીકેસીનું આ ગ્રાઉન્ડ ૩૦,૦૦૦ સ્ક્વેર મીટરનું છે અને એમએમઆરડીએ ટીમ અણ્ણા પાસેથી ૨૭થી ૩૧ ડિસેમ્બર સુધી ૬.૪૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર અને ૧ જાન્યુઆરી બાદ પ્રતિ સ્ક્વેર મીટર ૮.૪૦ રૂપિયા ચાર્જ કરશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK