Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Teachers Day 2020: કેમ 5 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિન

Teachers Day 2020: કેમ 5 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિન

04 September, 2020 09:09 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Teachers Day 2020: કેમ 5 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન


દરેકના જીવનમાં શિક્ષકનું આગવું મહત્વ અને ભૂમિકા હોય છે. તે એક શિક્ષક (Teacher) જ છે, જે ન તો ફક્ત તમારા કરિઅર (Carrier)ને કંડારે છે પર સાથે જ તમને જીવનના કેટલાક મહત્વના પાસાં માટે તૈયાર પણ કરે છે. એવા જ અધ્યાપક પ્રત્યે સન્માન અને પ્રેમ દર્શાવવા માટે દરવર્ષે 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ખૂબ જ ધૂમધામથી શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના શિક્ષક દિવસ (Teachers' Day)માં અમુક જ કલાકો બાકી છે. શનિવારે શિક્ષક દિન ઉજવવામાં આવશે. પણ આ વખતે શિક્ષક દિનની ઉજવણી થોડી જુદાં પ્રકારે હશે. હકીકતે દરવર્ષે ટીચર્સના સન્માનમાં જુદાં-જુદાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો આ વર્ષે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે સ્કૂલ કૉલેજ બંધ હોવાને કારણે પ્રૉગ્રામ તો નહીં થઈ શકે. પણ દરેક વિદ્યાર્થી પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન દર્શાવવા માટે અવનવી રીતો શોધી જ લે છે. આ અવસરે જણાવીએ કે આખરે શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે.

ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. તો તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવા પાછળનું કારણ શું છે? કહેવામાં આવે છે કે, તેમના કેટલાક વિદ્યાર્થીઓ તેમનો જન્મદિવસ ઉજવવા માગતા હતા, તો તેમણે કહ્યું કે મારો જન્મદિવસ જુદી રીતે ઉજવવા કરતાં મારો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવશે તો મને ગર્વ થશે. આ ઘટવા પછીથી જ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 1962ની સાલથી શિક્ષક દિન તરીકે જ ઉજવવામાં આવે છે.



ડૉ. રાધાકૃષ્ણનને ભારત રત્નથી નવાજવામાં આવ્યા
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શિક્ષાવિદ દાર્શનિક હતા. તેમને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતા. તો વર્ષ 1954માં તેમને ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.


5 ઑક્ટોબરના રોજ ઉજવાય છે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે
જો આંતરરાષ્ટ્રીય શિક્ષકદિનની વાત કરીએ તો 5 ઑક્ટોબરના ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ઉજવવામાં આવે છે. યૂનેસ્કોએ 5 ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન જાહેર કર્યો હતો. ઇન્ટરનેશનલ ટીચર્સ ડે વર્ષ 1994થી જ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ સિવાય જુદાં-જુદાં દેશોમાં આ દિવસ જુદાં-જુદાં દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 09:09 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK