ટૅટૂની દુનિયામાં નામ કમાઈ રહી છે આ લેડી

Published: 12th November, 2014 05:28 IST

જે ક્ષેત્રમાં મહિલાઓને કામ કરતા જોઈને લોકોને અચરજ થાય  છે એ જ ક્ષેત્રમાં અર્ચના ભાનુશાલીએ પોતાની કારકિર્દી ઘડી છે


archana-bhanushaliસ્પેશ્યલ સ્ટોરી - ધ ગ્રેટ નારી - કૃપા પંડ્યા

મુલુંડમાં રહેતી ૨૬ વર્ષની અર્ચના ભાનુશાલીએ એક એવા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી છે જ્યાં કોઈ પણ મહિલાને કામ કરતી જોવામાં આવે તો બધાને આશ્ચર્ય સાથે મનમાં અણગમો પણ ઉદ્ભવે છે. અર્ચનાએ પોતાની કારકિર્દી માટે ટૅટૂ-આર્ટિસ્ટ બનવાનું પસંદ કર્યું અને આજે એક એવા મુકામ પર પહોંચી છે કે તેણે પોતાનો એસ (ACE) નામનો ટૅટૂ-સ્ટુડિયો પણ ખોલ્યો છે જેમાં તેને તેના પિયર અને સાસરાવાળાઓનો પૂરો સપોર્ટ મળ્યો. આવો જાણીએ તેના શબ્દોમાં તેની કારકિર્દીની સફર.

ચોથા ધોરણથી આર્ટિસ્ટ બનવાનું સપનું

મેં ચોથા ધોરણથી જ આર્ટિસ્ટ બનવાનું નક્કી કર્યું હતું. મારું ડ્રૉઇંગ ઘણું સારું હતું. મારા મોટા બાપુજીના ઘરે એક દિવસ કોઈ ગેસ્ટ આવ્યા હતા. મોટા બાપુજી તેમને મારું ડ્રૉઇંગ દેખાડતા કહે કે આ જુઓ, આણે કેટલું સારું ડ્રૉઇંગ કર્યું છે; જાણે કોઈ મોટી વ્યક્તિએ કર્યું હોય એવું. એ દિવસે મને રિયલાઇઝ થયું કે સાચે જ મારું ડ્રૉઇંગ ઘણું સારું છે. બસ, ત્યારથી મેં નક્કી કર્યું કે હું ફાઇન આર્ટિસ્ટ બનીશ. મારા ઘરવાળાએ મને પૂરો સપોર્ટ કર્યો. તેમણે મને ભણવા માટે ક્યારેય ફોર્સ નથી કર્યો. એ સાથે મારા દાદા મને હંમેશાં પ્રોત્સાહિત કરતા. ક્યારેક હું કોઈ પેઇન્ટિંગ અસાઇનમેન્ટ કરતી હોઉં અને પેઇન્ટિંગમાં કોઈ પણ ખામી હોય તો તે કહેતા અને સારું હોય તો તરત વખાણ પણ કરતા.

ગ્રૅજ્યુએશન સાથે કમર્શિયલ આર્ટ્સ

મારે ડિરેક્ટ્લી ફાઇન આટ્ર્સનો કોર્સ કરવો હતો, પણ મારા ઘરવાળાની ઇચ્છા હતી કે હું ઍટ લીસ્ટ ગ્રૅજ્યુએશન કરી લઉં. એટલે મં સોમૈયા કૉલેજથી ટ્વેલ્થ પાસ કર્યું. એ પછી નિર્મલા નિકેતનથી ૩ વર્ષનો ફાઇન આર્ટ્સનો ડિપ્લોમા કર્યો. એ સાથે મં કરસપૉન્ડન્સથી ફસ્ર્ટ યર અને સેકન્ડ યર BComની પરીક્ષા આપી. પણ થર્ડ યરની પરીક્ષા અને મારી ફાઇન આર્ટ્સની પરીક્ષા ક્લૅશ થતી હતી એટલે થર્ડ યર BComની એ પરીક્ષા ન આપી શકી. પણ પછી પપ્પાના આગ્રહને લીધે થર્ડ યર BComની પરીક્ષા આપી અને ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. મારે એક વર્ષ માટે ઇંગ્લૅન્ડ જઈ ઇલસ્ટ્રેશનમાં સ્પેશ્યલાઇઝેશન કરવું હતું. મારા પપ્પાએ પણ હા પાડી દીધી હતી, પણ એક વર્ષનો જે કોર્સ મારે કરવો હતો એ માટે મારું ક્વૉલિફિકેશન મૅચ નહોતું થતું એટલે મને ઍડ્મિશન મળ્યું નહીં. 

ટૅટૂ-આર્ટિસ્ટની સફર

હું વ્ન્ઘ્ ચૅનલ બહુ જોતી. એમાં એક ટૅટૂઝનો શો આવતો. એ શોમાં કૅટ વૉન ડી નામની એક ફીમેલ આર્ટિસ્ટ હતી જે શોની હેડ તો હતી અને સાથે મારી ઇન્સ્પ્રિરેશન પણ હતી. તેને જોતાં મને ટૅટૂઝમાં ઇન્ટરેસ્ટ આવતો ગયો. મેં મારા પપ્પા પાસે ટૅટૂઝ શીખવાની પરમિશન માગી અને તેમણે મને હા પાડી. એ પછી મેં તરત જ બાંદરામાં આવેલી એલ્સ ટૅટૂઝમાં ત્રણ મહિનાનો કોર્સ કર્યો. મારા સેન્ટરને મારું કામ ઘણું ગમ્યું તો તેમણે મને તેમના જ સેન્ટરમાં નોકરી આપી. ત્યાં દોઢ મહિનો નોકરી કરી. એ પછી મેં ઘરે બેસીને જ છથી સાત મહિના ફ્રીલાન્સિંગ કર્યું. ટૅટૂઝ સાથે સાઇડ પર કમર્શિયલ આર્ટનું પણ કામ કરતી હતી. 

પોતાનો સ્ટુડિયો

નિખિલ સાથે સગાઈના ૬ મહિના પછી મં અને નિખિલે ઘાટકોપરમાં જ સ્ટુડિયો ખોલ્યો જેને નામ આપ્યું એસ ટૅટૂઝ સ્ટુડિયો. અમને ઘણા જણે ના પાડી હતી કે ઘાટકોપરમાં સ્ટુડિયો નહીં ચાલે, પણ અમે કોઈની વાત ન માની. ઘાટકોપરમાં સ્ટુડિયો ખોલવાનું કારણ એ હતું કે અમને સેન્ટ્રલના લોકોને કવર કરવા હતા. અહીં અમને સારો રિસ્પૉન્સ પણ મળ્યો. સ્ટુડિયો ખોલ્યા પછી છ મહિના સુધી એકધારું કામ કર્યું. અમારી પાસે એવા ક્લાયન્ટ પણ આવતા જે અહીં રાત રોકાઈને પણ અમારી પાસે ટૅટૂ કરાવતા. આજે સ્ટુડિયોને ત્રણ વર્ષ

થઈ ગયાં છે. હવે અમે બીજો સ્ટુડિયો અંધેરીમાં લોખંડવાલામાં ખોલવાના છીએ.

પુણેમાં ટૅટૂઝ કન્વેન્શનમાં અવૉર્ડ

પુણેમાં એપ્રિલમાં બે દિવસનું ટૅટૂઝ કન્વેન્શન હતું જેમાં ભારતમાંથી લગભગ ૬૦ જેટલા ટૅટૂ-આર્ટિસ્ટ આવ્યા હતા જેમાં હું એકલી ફીમેલ હતી. ત્યાં ટૅટૂ કરવા માટે હું મારું કૅન્વસ (એવી વ્યક્તિ જેના પર ટૅટૂ કરવાનું હોય) લઈને ગઈ હતી. મં તેના પર મૅસ્કટ માસ્ક બનાવ્યો જે કરતાં મને ૭ કલાક લાગ્યા. આ કન્વેન્શનમાં મને ૧૦માંથી ૩ અવૉર્ડ મળ્યા અને મારી સાથે સ્ટુડિયોમાં કામ કરતા ટૅટૂ-આર્ટિસ્ટને એક અવૉર્ડ મળ્યો.

જીવનસાથીનો પૂરો સપોર્ટ

નિખિલ ભાનુશાલી પોતાની પત્ની અર્ચના વિશે કહે છે, ‘મને ઘણા જણ કહે છે કે આ તો પત્નીના પૈસા પર જીવે છે. પહેલાં મને ખરાબ લાગતું, પણ પછી મેં વિચાર્યું કે જે કામ અને મહેનત બીજા માટે કરું છું એ કામ અને મહેનત હું આ સ્ટુડિયો માટે કેમ ન કરું? જે પણ પ્રૉફિટ થશે એ મારો અને અર્ચનાનો હશે. એટલે મેં સ્ટુડિયોનું માર્કેટિંગ અને સાથે સ્ટુડિયો બહારનાં કામ મારા હાથમાં લઈ લીધાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK