મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે, દરેક વખતે લોકોને મૂરખ ન બનાવી શકાય: તરુણ ગોગોઈ

Published: Oct 30, 2019, 10:30 IST | ગુવાહાટી

લોકસભાની સરખામણીમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું

તરુણ ગોગોઈ
તરુણ ગોગોઈ

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પ્રદર્શન પર આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગાઈએ કટાક્ષ કર્યો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે તેમની લોકપ્રિયતા હવે ઘટી રહી છે. દરેક સમયે તેઓ લોકોને ઇમોશનલ રીતે મૂરખ ન બનાવી શકે.

ગોગોઈએ કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી પણ હારી શકે છે. જો પાર્ટીમાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કૉન્ગ્રેસ આગામી સમયે સારી સીટ લાવી શકે છે.

આ પણ વાંચો : અમિત શાહે રાજ્યોને પત્ર લખીને કહ્યું, સરદાર જયંતિ પર થાય વિશેષ કાર્યક્રમોનું આયોજન

ગોગોઈએ આસામમાં વિદેશીઓ માટે બનાવવામાં આવેલા ડિટેન્શન કૅમ્પમાં બીજા મોત વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ખૂબ દુખજનક છે. આ સરકારની બેદરકારીને કારણે આવું થયું છે. આ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. કૉન્ગ્રેસ નેતાએ વિદેશીઓને કૅમ્પમાંથી મુક્ત કરવાની માગણી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK