Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગર્વ કરો આ ગુજરાતી પર

ગર્વ કરો આ ગુજરાતી પર

23 August, 2012 06:17 PM IST |

ગર્વ કરો આ ગુજરાતી પર

ગર્વ કરો આ ગુજરાતી પર


આઇજીસીએસઈ (ઇન્ટરનૅશનલ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડના ટેન્થની એક્ઝામના તેર ઑગસ્ટે રજૂ થયેલા રિઝલ્ટમાં જુહુમાં રહેતી તાન્યા રાજ વાંકાવાલા ૯૪ ટકા માક્ર્‍સ સાથે વિલે પાર્લેની જમનાબાઈ નરસી સ્કૂલમાં ફર્સ્ટ આવી છે. બેસ્ટ ઑફ ફાઇવના હિસાબે તેના પર્સન્ટેજ ૯૫.૬૯ થાય છે. એટલું જ નહીં, તાન્યાએ આઠેય સબ્જેક્ટ્સમાં ‘એ સ્ટાર’ મેળવ્યા છે જે સબ્જેક્ટનો સ્કોર ૯૦ ટકા કે એનાથી વધુ હોય એ સબ્જેક્ટમાં વિદ્યાર્થીને ‘એ સ્ટાર’ મળે છે. તેના આ અચીવમેન્ટને લઈને અને આ વરસે ટેન્થમાં આવેલા સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા માટે સ્કૂલે તાન્યાની સ્પીચ સાથેનું એક નાનકડું ફંક્શન સ્કૂલમાં ગયા શનિવારે રાખ્યું હતું.

ટેન્થની એક્ઝામનાં છેલ્લાં બે પેપર સમયે તાન્યાની તબિયત ખરાબ હોવાથી હૉસ્પિટલમાં ભરતી કરવી પડી હતી તો પણ તેણે સ્કૂલમાં ટૉપ કર્યું. બન્યું એવું હતું કે ૮ મેથી ૩૦ મે સુધી તેનાં પેપર્સ હતાં અને છેલ્લાં બે પેપસ દસ દિવસની રજા પછી હતાં તેથી તેની ફૅમિલી તેને લઈને પાંચ દિવસ માલદીવ્સ ફરવા ઊપડી ગઈ હતી. ત્યાંથી આવ્યા પછી તાન્યાને ગળાનું ઇન્ફેક્શન થવાથી હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. છતાં છેલ્લાં બે પેપર્સ બાયોલૉજીમાં ૯૪ અને કેમિસ્ટ્રીમાં ૯૬ માર્ક્સ તાન્યાએ સ્કોર કર્યા, કારણ કે તે હૉસ્પિટલમાં પણ વાંચતી હતી.



સ્ટડી બાબતે તાન્યાનો ફન્ડા છે ગોખણપટ્ટી નહીં! તાન્યા રટ્ટા મારવામાં કે ગોખણપટ્ટીમાં નથી માનતી. દરેક સબ્જેક્ટસને બરાબર સમજીને પોતાની રીતે પરીક્ષામાં તે રજૂ કરે છે.


ભણવા સાથે રમતગમત સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં પણ તાન્યા રસ ધરાવે છે. સ્કૂલમાં તે કૅપ્ટન હતી. તેની આગેવાનીમાં ક્લ્ચરલ પ્રવૃત્તિઓમાં તેના હાઉસ (ગ્રુપ)ને કપ પણ મળ્યો છે. સ્કૂલની બાસ્કેટબૉલ અને વૉલીબૉલની ટીમમાં પણ તે હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ અંધેરીની ભવન્સ કૉલેજના ઓપન ગ્રાઉન્ડમાં ગુરુ જેલમ તાઇના માર્ગદર્શનમાં તાન્યા ઓડિસી ડાન્સનો ફાઇનલ સ્ટેજ પર્ફોર્મન્સ (મંચપ્રવેશ) આપવાની છે. આમ ભણવા સાથે તે આ ડાન્સની તૈયારી પણ કરી રહી હતી.  

તાન્યાના પિતા રાજ વાંકાવાલાનો કેમિકલનો બિઝનેસ છે અને મમ્મી રાની વાંકાવાલા વિલે પાર્લેમાં પ્લે-ગ્રુપ ચલાવે છે. તાન્યાની આ સફળતાના બહુ મોટા ભાગીદાર તેના પેરન્ટ્સ છે, કારણ કે દરેક સબ્જેક્ટને સારી રીતે સમજવામાં તેમણે ભરપૂર મદદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 06:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK