Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > છત્રી પકડો, દૂર-દૂર રહો

છત્રી પકડો, દૂર-દૂર રહો

28 June, 2020 07:56 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

છત્રી પકડો, દૂર-દૂર રહો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના કેર વચ્ચે ઑલમોસ્ટ ૯૦ દિવસ શૂટિંગ બંધ રહ્યા પછી હવે જ્યારે ટીવી-સિરિયલના શૂટિંગની પરમિશન મળવા માંડી છે અને તમામ પ્રકારની આંટીઘૂંટીનું કોકડું પણ ઊકલી ગયું છે ત્યારે સબ ટીવીની સિરિયલ ‘ભાખરવડી’ના સેટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ આપોઆપ જળવાયેલું રહે એ માટે સિરિયલના પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયાએ ગજબનાક તુક્કો લડાવ્યો છે. જેડીએ તમામ આર્ટિસ્ટ અને ક્રૂ-મેમ્બર માટે છત્રી ફરજિયાત કરી દીધી છે. છત્રી ફરજિયાત હોવાથી એના પરિઘને કારણે આપોઆપ એકબીજાથી અંતર રાખવું પડે અને કોઈને કોરોનાનું સંક્રમણ ન લાગે એની કાળજી પણ આપોઆપ લેવાઈ જશે. જેડીએ કહ્યું કે ‘કાં તો સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે તમારે સતત નજર રાખવી પડે અને કોઈ ભૂલ ન કરી બેસે એનું ધ્યાન રાખવું પડે અને કાં તો બધાએ સતત સજાગ રહેવું પડે આ બન્ને વાતમાં ક્યાંક કચાશ રહી જાય એવી શક્યતા વધારે હોવાથી અમે છત્રીનો રસ્તો કાઢ્યો, જેમાં તમે સજાગ રહ્યા વિના પણ કોઈની નજીક જવાની કોશિશ કરો તો તમને છત્રી નડે અને તમારે અટકી જવું પડે.’
ત્રણ મહિનાથી શૂટિંગ બંધ હોવાથી સ્વાભાવિક રીતે બધા કલાકારો પણ એકબીજાને મળી શક્યા નહોતા. સિરિયલના સેટ પર ફૅમિલી-ઍટમૉસ્ફિયર ઊભું થઈ જતું હોય છે. લાંબો સમય સાથે રહેવાથી એકબીજા સાથે ભાઈચારો કે યારીદોસ્તી થઈ જાય એવું પણ બનતું હોય છે. આવા સમયે લાંબા અંતરાલ પછી સૌ મળે અને ઉત્સાહમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી શકે તો એકબીજા પર જોખમ આવવાની શક્યતા રહે, પણ એવું ન બને, ઉત્સાહ અને આવેગ વચ્ચે પણ અંતર અકબંધ જળવાયેલું રહે એનો મસ્ત રસ્તો જેડીએ કાઢી લીધો. જેડીએ કહ્યું કે ‘હવે જ્યારે બધું ખૂલવા માંડ્યું છે ત્યારે લોકોએ છત્રી લઈને જ બહાર જવું જોઈએ, જેથી આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે અને કોરોનાથી બચી શકાય.’
‘ભાખરવડી’ના સેટ પર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં ઉપકારક બનેલી છત્રી પ્રોડ્યુસર દ્વારા પૂરી પાડવામાં આવી છે.

હવે જ્યારે બધું ખૂલવા માંડ્યું છે ત્યારે લોકોએ છત્રી લઈને જ બહાર જવું જોઈએ, જેથી આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે અને કોરોનાથી બચી શકાય - જે. ડી. મજીઠિયા


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 07:56 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK