તાઈવાન-ચીન તણાવ: તાઈવાને તોડી પાડ્યું ચીનનું સુખોઈ

Published: 4th September, 2020 15:51 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ચીનના જંગી વિમાન તેની હવાઈ સીમામાં ઘુસ્યા હતા

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

તાઈવાન અને ચીન વચ્ચે તણાવ વધી જ રહ્યો છે. ત્યારે તાઈવાને તેની હવાઈ સીમામાં ઘુસણખોરી કરનારા ચીનના સુખોઈ એરક્રાફ્ટને તોડી પાડ્યું છે. ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું પરંતુ તેનો પાયલટ સુરક્ષિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાઈવાનએ આ હુમલામાં યુએસ પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. ક્રેશ થયેલા એરક્રાફ્ટના ઘણા વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે, કોઈએ પણ પક્ષે તેને પુષ્ટી કરી નથી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને તેની હવાઈ સીમામાં ઘુસણખોરી કરનારા ચીનના સુખોઈ એરક્રાફ્ટને તોડી પાડ્યું છે. ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું પરંતુ તેનો પાયલટ સુરક્ષિત છે. તાઈવાને ઘણી વખત ચીની વિમાનોને ચેતવણી આપી હતી પરંતુ તે પછી ચીની વિમાન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. એટલે પછી તાઈવાને તેને મિસાઈલ છોડીને તોડી પાડ્યું હતું. ચીને ગત મહિનામાં ઘણી વખત તાઈવાનની જળ અને વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે પણ ચીનનું એક ફાઈટર જેટ તાઈવાનની હવાઈ સીમમાં ઘુસ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાઈવાને ચીનના સુખોઈ વિમાનને તોડી પાડવા માટે અમેરિકન મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જો કે, આ કઈ મિસાઈલ છે, તેનો ઘટસ્ફોટ હાલ થઈ શક્યો નથી. આ ઘટના પછી ચીન અને તાઈવાનમાં તણાવ વધવાની આશંકા છે. દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા પણ પુરી તૈયારી સાથે ખડેપગે છે. તેનું નિમિત્જ વોરશિપ અહીંયા હાજર છે. અહીંયા 120 ફાઈટર જેટ્સ હાજર છે.

જો આ ઘટના સાચી સાબિત થાય તો પછી બન્ને દેશોને યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ચીન છેલ્લા ઘણા દિવસોથી તાઈવાન એરસ્પેસમાં પોતાના લડાકુ વિમાન મોકલી રહ્યું છે. તાઈવાને ચીનની કોઈપણ હરકતનો જોરશોરથી જવાબ આપવા માટે તેની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

તાઈવાનની નૌકાદળ અને એરફોર્સ ચીનના કોઈપણ પ્રકારના આક્રમક વલણ સાથે વ્યવહાર કરવા હાઈએલર્ટ પર છે. રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને તાઈવાનની સૈન્ય તાકાત વધારવા માટે અનામત સૈન્ય દળોને વધુ મજબુત બનાવવા માટે ઘણી નવી ઘોષણાઓ કરી છે. જે અંતર્ગત રિઝર્વ ફોર્સને તાઈવાનની સેનાના મજબૂત બેકઅપ તરીકે વિકસાવવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK