મૃતકો માટે ઘરથી ઘડિયાળ બનાવી આપે છે તાઈવાનની કંપની

તાઈવાન | Apr 05, 2019, 08:47 IST

ચીન અને તાઇવાનના તાઓઇઝમ ફૉલો કરતા લોકો પોતાના સ્વજનો મૃત્યુ પામે ત્યારે તેમ જ એ પછી જ્યારે વાર્ષિક મૃત્યુતિથિ આવે ત્યારે મૃતકને ગમતી હોય એવી ચીજો ઑફર કરે છે.

મૃતકો માટે ઘરથી ઘડિયાળ બનાવી આપે છે તાઈવાનની કંપની
કાગળનો મહેલ

ચીન અને તાઇવાનના તાઓઇઝમ ફૉલો કરતા લોકો પોતાના સ્વજનો મૃત્યુ પામે ત્યારે તેમ જ એ પછી જ્યારે વાર્ષિક મૃત્યુતિથિ આવે ત્યારે મૃતકને ગમતી હોય એવી ચીજો ઑફર કરે છે. કેટલાક લોકો પાર્થિવ દેહની સાથે જ તેમને ગમતી ચીજો મૂકે છે તો કેટલાક લોકો અંતિમસંસ્કાર પત્યા પછી મૃતકે વાપરેલી ચીજો તેમ જ તેને ગમતી ચીજો આગને સમર્પિત કરે છે.

paper watch

મૃતકને જેની માયા હોય એ તમામ ચીજો આગને હવાલે કરવામાં આવે છે. ન્યુ તાઇપેઇ સિટીમાં ચેન્ગ કી પેપર આર્ટ નામનો શો-રૂમ છે જ્યાં તમને બધી જ કાગળની ચીજો મળે છે. આ ચીજો ખાસ ફ્યુનરલ માટે જ બનાવવામાં આવી છે. લૅપટૉપ, ઘડિયાળ જેવાં ગૅજેટ્સ હોય કે કપડં અને બંગલા જેવી ચીજો બધાની પેપરની રૅપ્લિકા અહીં ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ૬ વર્ષમાં ૨૪,૦૦૦ કિમીની યાત્રા કરીને આ ભાઈએ વાવ્યાં ૧ લાખથી વધુ વૃક્ષો

લોકો પ્રિયજનના ફ્યુનરલ વખતે અથવા તો વાર્ષિક તિથિ દરમ્યાન ઑફર કરવા માટે આ કાગળની ચીજો ખરીદી જાય છે અને મૃત આત્માના સંતોષ માટે આગમાં હોમે છે.

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK