ઝારખંડની રાજધાની રાંચીમાં તબ્લિગી જમાતના લોકો વિશે એક ચોંકાવનારી વાત જાણવા મળી હતી. ક્વૉરન્ટીન સેન્ટરને તબ્લિગી જમાતના લોકોએ અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો. પરિણામે ત્રણ તબ્લિગી મહિલા ગર્ભવતી થઈ હતી. ત્રણે મહિલા વિદેશી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર ચોંકી ઊઠ્યું હતું.
સરકારી દલીલ એેવી છે કે ક્વૉરન્ટીન સેન્ટરમાં આ લોકોને રાખવાનું કારણ જ એ હતું કે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. જો ત્રણ વિદેશી મહિલા પ્રેગ્નન્ટ થઈ હોય તો એનો અર્થ એ કે આ લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. હવે રાંચી જિલ્લા ઉપાયુક્તે આ આખી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.