સિરિયામાં કાર બૉમ્બબ્લાસ્ટ : ૫૪નાં મોત બળવાખોરોએ સૈન્યનું વિમાન તોડી પાડ્યું

Published: 29th November, 2012 05:50 IST

સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ગઈ કાલે સિરિયાના જેરામાના શહેરમાં થયેલા એક કાર બૉમ્બવિસ્ફોટમાં ૫૪ લોકોનાં મોત થયાં હતાં અને આસપાસનાં મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પેટ્રોલપમ્પની પાસે જ વિસ્ફોટ થતાં આસપાસનાં મકાનો આગમાં લપેટાયાં હતાં. બ્લાસ્ટને કારણે ૧૦૦થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ગઈ કાલે બળવાખોરોએ સિરિયાના દારેત એઝા ટાઉન પાસે બળાખોરોએ સિરિયાના હવાઈ દળનું ફાઇટર પ્લેન તોડી પાડ્યું હતું. સતત બીજે દિવસે બળાવાખોરોએ ઍરર્ફોસનું વિમાન તોડી પાડ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK