દીવારના ડાયલૉગ પરથી સ્વચ્છતા અભિયાનની અજબ-ગજબ ઝુંબેશ

Published: Apr 11, 2017, 04:51 IST

જે દીકરો પહેલાં શૌચાલય બનાવશે તે જ કહી શકશે કે મેરે પાસ માઁ હૈબૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘દીવાર’માં અમિતાભ બચ્ચનનો ડાયલૉગ છે : ‘આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બૅન્ક-બૅલૅન્સ હૈ; તુમ્હારે પાસ ક્યા હૈ?’

ત્યારે એના જવાબમાં શશી કપૂર કહે છે, ‘મેરે પાસ માઁ હૈ.’

આ પ્રકારનો સંવાદ હવે નૈનીતાલ નગરપાલિકાએ સ્વચ્છતા-અભિયાનના પ્રચારમાં વાપરવાનું શરૂ કર્યું છે. નૈનીતાલમાં ઠેર-ઠેર સ્વચ્છતા-અભિયાનના પ્રચાર માટે પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે જેમાં ‘દીવાર’ ફિલ્મનો સીન અને સંવાદ દેખાય છે. પોસ્ટરમાં અમિતાભ બચ્ચન, શશી કપૂર અને તેમની માનો રોલ કરનાર નિરૂપા રૉય ત્રણેયની તસવીરો છે.

પોસ્ટરમાં અમિતાભ કહે છે, ‘માઁ ચલ મેરે સાથ રહેગી.’

શશી કપૂર જવાબ આપતાં કહે છે, ‘નહીં, માઁ મેરે સાથ રહેગી.’

જ્યારે નિરૂપા રૉય ફેંસલો સુણાવતાં કહે છે, ‘નહીં, જો પહલે શૌચાલય બનાએગા, મૈં ઉસકે સાથ રહૂંગી.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન સફળ થાય એ માટે અનેક શહેરો અને ગામોએ અનોખી પહેલ કરી છે. શૌચાલય બનાવવા માટે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ લોકોને આર્થિક સહાય આપે છે. એવા સમયે લોકો જાતે શૌચાલય બનાવવા તૈયાર થાય એ માટે નૈનીતાલ નગરપરિષદે ફિલ્મી સ્ટાઇલમાં લોકોને પ્રેરણા આપવાની કોશિશ કરી છે. આ પોસ્ટરથી ખરેખર કેટલા લોકો પ્રેરાશે એ તો સમય બતાવશે, પરંતુ અત્યારે ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા પર આ પોસ્ટર ધૂમ મચાવી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK