દિલ્હી એરપોર્ટ પર બિનવારસી બેગમાંથી મળ્યો સંદિગ્ધ વિસ્ફોટક, ફોરેન્સિક તપાસ ચાલુ

Published: Nov 01, 2019, 13:01 IST | નવી દિલ્હી

દિલ્હી એરપોર્ટ પરથી બિનવારસી બેગમાંથી સંદિગ્ધ વિસ્ફોટક મળ્યો છે. જે RDX હોવાની આશંકાથી હડકંપ મચી ગયો છે.

તસવીર સૌજન્યઃ ANI
તસવીર સૌજન્યઃ ANI

રાજધાની પર આતંકી હુમલાની આશંકાઓ વચ્ચે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર શુક્રવારે સવારે શંકાસ્પદ બેગ મળી આવતા હડકંપ મચી ગયો. જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેગમાં ખતરનાક RDX મળ્યું છે. પરંતુ હજી સુધી તેની પુષ્ટિ નથી થઈ. બેગની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.


હાલ તપાસ માટે ઘટના સ્થળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળની સાથે દિલ્હી પોલીસના જવાનો પણ હાજર છે. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડની સાથે ડોગ સ્કવૉડની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યાં જ રામ જન્મભૂમિના માલિકી હકને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય થોડા દિવસોમાં આવી શકે છે. એ પહેલા દિલ્હી એરપોર્ટ પર વિસ્ફોટક મળતા ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.

દિલ્હી એરપોર્ટની સુરક્ષા કરી રહેલા સીઆઈએસએફના પ્રમાણે, તપાસ દરમિયાન શુક્રવારે રાત્રે એક વાગ્યાની આસપાસ પિલર નંબર ચાર પાસે તેમને શંકાસ્પદ હાલતમાં બેગ મળી આવી. જેની તપાસ કરવામાં આવી તો તેમાં વિસ્ફોટક મળ્યું. જે બાદ ડો સ્કવૉડે પણ તપાસ શરૂ કરી હતી. ઙટનાની સૂચના દિલ્હી પોલીસને આપવામાં આવતા તેમણે બેગને કબજે લીધી હતી.

આ પણ જુઓઃ Happy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

થોડા દિવસો પહેલા એવી પણ માહિતી મળી હતી કે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK