સામાન્ય જનતાની ફરિયાદને નજરઅંદાજ કરતા એવા ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યા

Published: Feb 21, 2020, 12:31 IST | Mehul Jethva | Mumbai Desk

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના નવા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ સામાન્ય જનતાની ફરિયાદને નજરઅંદાજ કરતા એવા ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યા

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના નવા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ હાલમાં જ નવો પદભાર સ્વીકાર્યો છે. આવતાંની સાથે જ પાલિકાની સૌથી મોટામાં મોટી સમસ્યા કહી શકીએ એટલે રેલવે લાઈન પર આવેલા ફુટઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓની સમસ્યા ઉકેલવા માટે ગુપ્ત રીતે કલ્યાણ અને ડોમ્બિવલીના ફુટઓવર બ્રિજ ઉપર વિઝિટ કરી હતી ત્યારે તેમને ખબર પડી હતી કે ફુટઓવર બ્રિજ પર ચાલવા માટે સામાન્ય નાગરિકને જગ્યા ન છોડતાં ફેરિયાઓ એટલા ફેલાઈને બેસતા હોય છે. સામાન્ય નાગરિકની ફરિયાદને ધ્યાનમાં ન લેતા અને નજરઅંદાજ કરતાં ત્રણ ઑફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પાલિકા પાસે સામાન્ય નાગરિક દ્વારા કેટલીક વખત ફરિયાદ કરવામાં આવતી હોય છે જેને પાલિકાના અધિકારીઓ નજરઅંદાજ કરતાં હોય છે. પાલિકા પ્રત્યે આવી દૃષ્ટિ બદલવા માટે કેડીએસી નવા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ બુધવારે રાતના ડોમ્બિવલી અને કલ્યાણના  ફુટઓવર બ્રિજ ઉપર પોતે ગુપ્ત રીતે વિઝિટ કરી અને સામાન્ય નાગરિકની પરેશાનીઓ સમજી હતી. સમસ્યા સમજી અને આ માટે જવાબદાર ત્રણ ઑફિસરોને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાં  કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ ઑફિસર દીપક શિંદે ઉપરાંત અતિક્રમણ વિભાગના મુખ્ય અધિકારી ભારત પવાર અને ગણેશ માને - આ ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સંબંધી ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા ધીરેનભાઈ સાવલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારું રહેવાનું ડોમ્બિવલીમાં છે અને મારી ઑફિસ સીએસટી પર આવેલી છે તેથી મારે રોજ રેલવે ફુટઓવર બ્રિજ આવવું-જવું થતું હોય છે. પાલિકા પ્રશાસન પાસે અને પોલીસ પ્રશાસન પાસે આ સમસ્યા અંગે મેં ત્રણથી ચાર વખત ફરિયાદ કરી હતી. આજે સૂર્યવંશી સાહેબના લીધેલા આ નિર્ણયથી સામાન્ય જનતાનો વિજય થયો હોય એવું જણાય છે. આવું હંમેશ માટે હોવું જોઈઅે, ખાલી એક વાર કાર્યવાહીથી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય.

કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે પાલિકાને મળતી ફરિયાદ અંગે મે વિઝિટ કરી હતી. આ સમસ્યા માટે જવાબદાર એવા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK