Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતસિંહ સામે FIR કરવા માગતી હતી તેની બહેન: રિયા ચક્રવર્તી

સુશાંતસિંહ સામે FIR કરવા માગતી હતી તેની બહેન: રિયા ચક્રવર્તી

19 August, 2020 07:01 AM IST | Mumbai
Faizan Khan

સુશાંતસિંહ સામે FIR કરવા માગતી હતી તેની બહેન: રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત

રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત


અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા તેના વકીલ થકી રેકૉર્ડ કરાવવામાં આવેલા નિવેદનના આધારે જાણવા મળ્યું કે સુશાંત અને તેની બહેન પ્રિયંકા વચ્ચે ગયા વર્ષે કોઈક મામલે તકરાર થતાં પ્રિયંકાએ સુશાંત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની ધમકી આપી હતી. જ્યારે સુશાંતે જણાવ્યું કે હું એ ઘટનાનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પોલીસને બતાવીશ, ત્યારે પ્રિયંકા ત્યાંથી દિલ્હી જતી રહી હતી.

એક પોલીસ-અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે ‘એ દિવસે ખરેખર શું બન્યું એ અમે નથી જાણતા, પરંતુ રિયાના નિવેદન પ્રમાણે સુશાંતની બહેને રિયા સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જ્યારે અભિનેત્રીએ સુશાંતને એ વિશે જણાવ્યું ત્યારે ભાઈ-બહેન વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. ત્યાર પછી પ્રિયંકાએ એફઆઇઆર નોંધાવવાની ધમકી સુધ્ધાં આપી હતી. અમે આ મામલે વધુ જાણકારી મેળવવા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ શોધ્યાં હતાં, પરંતુ એ મળી શક્યાં નહોતાં. ફૉરેન્સિક ટીમ ફુટેજ મેળવી શકે છે.’



રિયાએ આપેલા વિગતવાર નિવેદનના આધારે તેના વકીલે જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે એપ્રિલ મહિનાની એક રાતે રિયા અને પ્રિયંકા એક પાર્ટીમાં ગયાં હતાં, જ્યાં પ્રિયંકા શરાબ પીને નિયંત્રણ ગુમાવી બેઠી હતી. ત્યાર બાદ બન્ને સુશાંતના ઘરે પાછાં ફર્યાં હતાં અને એ પછી પણ સુશાંત અને તેની બહેને શરાબ પીવાનું ચાલુ રાખ્યું હતું. એ વખતે રિયા સૂવા માટે જતી રહી હતી. થોડી વાર પછી અચાનક રિયા ઊઠી ગઈ હતી અને તેણે પ્રિયંકાને અયોગ્ય વર્તન કરતી જોઈ હતી. રિયાને આંચકો લાગ્યો હતો અને તેણે પ્રિયંકાને રૂમ છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું. આખરે પ્રિયંકા ઘર છોડીને જતી રહી હતી અને તેણે સુશાંતને આ ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ સુશાંત અને તેની બહેન વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને કારણે રિયા અને સુશાંતના પરિવાર વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 07:01 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK