Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > SSR કૅસ : ‌દીપેશ સાવંત અને કુશલ ઝવેરીના ચૅટનો સ્ક્રીન-શૉટ સામે આવ્યો

SSR કૅસ : ‌દીપેશ સાવંત અને કુશલ ઝવેરીના ચૅટનો સ્ક્રીન-શૉટ સામે આવ્યો

01 September, 2020 06:54 AM IST | Mumbai
Mumbai correspondent

SSR કૅસ : ‌દીપેશ સાવંત અને કુશલ ઝવેરીના ચૅટનો સ્ક્રીન-શૉટ સામે આવ્યો

સુશાંતસિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂત


સુશાંતસિંહ રાજપૂત ડેથ મિસ્ટ્રીમાં સીબીઆઇ ૧૧ દિવસથી શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે ત્યારે આ કેસમાં એક વૉટસઍપ-ચૅટ સામે આવી છે જેને કારણે સુશાંતના હાઉસ-સ્ટાફ ‌દીપેશ સાવંતના નિવેદનમાં વિરોધાભાસ જણાઈ આવે છે.

ફિલ્મમેકર કુશલ ઝવેરીએ એક વૉટ્સઍપ-ચૅટનો સ્ક્રીન-શૉટ શૅર કર્યો છે. આ ચૅટમાં સુશાંતનો હાઉસ-સ્ટાફ તથા કુશલ વાત કરે છે અને આ ચૅટ સુશાંતની આત્મહત્યાની થિયરીને નકારે છે. આ ચૅટમાં સુશાંતનો સ્ટાફ દીપેશ સાવંત એ જ સમયે કુશલને મેસેજ કરે છે જ્યારે તે સિદ્ધાર્થ તથા નીરજ સાથે મળીને સુશાંતની રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા.



એક મીડિયાના અહેવાલ પ્રમાણે કુશલે જે ચૅટ શૅર કરી છે એમાં દીપેશે કુશલને મેસેજ કર્યો હતો, ‘હાય સર, SSRએ મને ફ્લિપકાર્ટના સંબંધમાં તમારો સંપર્ક કરવાનું કહ્યું છે.’ કુશલે દીપેશના મેસેજનો રિપ્લાય ૨.૪૮ વાગ્યાની આસપાસ આપ્યો હતો. કુશલે પૂછ્યું હતું ‘શું ભાઈ સલામત નથી? પ્લીઝ રિપ્લાય કરો.’ ત્યાર બાદ તેણે ૩.૩૪ વાગ્યે એક મેસેજ કર્યો હતો અને કહ્યું હતું, ‘ભાઈ અમે લોકો બહાર છીએ. જો તમારે કંઈ પણ જરૂર હોય તો અમને કહો.’ દીપેશ તરફથી કોઈ રિપ્લાય આવ્યો નહોતો. કુશલે આ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ દિવસે તે બપોરે સૂતો હતો અને મોડેથી જાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 06:54 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK