મુંબઈ: મોટા ડ્રગ-પેડલર કરમજિત સહિત છ જણની ધરપકડ

Published: Sep 14, 2020, 09:51 IST | Faizan Khan | Mumbai

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ બૉલીવુડના લોકોને ડ્રગ સપ્લાય કરતી સિન્ડિકેટની તપાસમાં ટૉપ ડ્રગ-પેડલર કરમજિત સહિત છ જણની ધરપકડ કરી હતી.

રિયા ચક્રવર્તી સહિતના લોકોએ જણાવેલાં નામોને આધારે છ આરોપીની શોધખોળ કરવામાં આવી હતી.
રિયા ચક્રવર્તી સહિતના લોકોએ જણાવેલાં નામોને આધારે છ આરોપીની શોધખોળ કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ બૉલીવુડના લોકોને ડ્રગ સપ્લાય કરતી સિન્ડિકેટની તપાસમાં ટૉપ ડ્રગ-પેડલર કરમજિત સહિત છ જણની ધરપકડ કરી હતી. ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં એનસીબીએ લોખંડવાલા કૉમ્પ્લેક્સ, અંધેરી, બાંદરા, દાદર વિસ્તારોમાં શોધખોળ કરીને છ જણની ધરપકડ કરી હતી.

rhea-arrest

સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસના અનુસંધાનમાં પકડાયેલાં રિયા ચક્રવર્તી સહિતના લોકોએ જણાવેલાં નામોને આધારે છ આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. કરમજિત મેઇન ડ્રગ-સપ્લાયર હતો અને ઑનલાઇન પેમેન્ટને આધારે પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે ૧૨ વખત ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો છે. ગઈ કાલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ફિલ્મી દુનિયાના મુખ્ય ડ્રગ-સપ્લાયર કરમજિત, શૌવિકના સાથી અને ચરસ-ગાંજો સપ્લાય કરનાર ડ્વેન ફર્નાન્ડિસ, બૉલીવુડના સેલિબ્રિટિઝની કરમજિતની સપ્લાય ચેઇનનો મુખ્ય માણસ સંકેત પટેલ, ડ્વાઇન જેવા રીટેલ ડિલર્સને માલ પહોંચાડનારો રિક્ષાડ્રાઇવર સંદીપ ગુપ્તા, સંદીપનો સાથી આફતાબ અહમદ અન્સારી અને પૉશ એરિયામાં કિચન ચલાવવાની આડશમાં ચરસ-ગાંજો વેચનારો અંકુશ અરેન્જિયાનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK