ડ્રગ્સ કેસમાં ચાલી રહેલા મીડિયા ટ્રાયલ વિરુદ્ધ રકૂલ પ્રીત સિંહ હાઈકોર્ટને શરણે

Updated: 17th September, 2020 17:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, પ્રસાર ભારતી અને પ્રેસ પરિષદને રકૂલની યાચિકા પર ટૂંક સમયમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો

રકૂલ પ્રીત સિંહ
રકૂલ પ્રીત સિંહ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં ડ્રગ્સનું એન્ગલ સામે આવ્યા આવ્યા બાદ ચાલી રહેલી તપાસમાં મીડિયા ટ્રાયલ વિરુદ્ધ અબિનેત્રી રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh) દિલ્હી હાઈકોર્ટના શરણે ગઈ છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, આ કેસમાં તેનું નામ લઈને મીડિયા તેની ઇમેજને નુકસાન પહોંચાડી રહી છે. તેણે પોતાના વિરુદ્ધ થઈ રહેલા કવરેજ પર રોક લગાવવાની માગ કરી છે.

હાઈકોર્ટમાં રકૂલ પ્રીત સિંહે કરેલી યાચિકામાં હવાલો આપ્યો છે કે, જે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના સ્ટેટમેન્ટના આધારે તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગી રહ્યો છે, તે કોર્ટમાં તેના સ્ટેટમેન્ટથી ફરી ગઈ છે. તેણે તેને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા જબરદસ્તી લેવામાં આવેલું સ્ટેટમેન્ટ ગણાવ્યું છે. રકૂલ પ્રીત સિંહે કહ્યું છે કે, એક શૂટ દરમ્યાન તેને ખબર પડી કે રિયાએ તેનું અને સારા અલી ખાનનું નામ ડ્રગ્સ લેનારાઓના લિસ્ટમાં ગણાવ્યું છે. ત્યારબાદથી મીડિયા તેમને બદનામ કરવા લાગી છે. અભિનેત્રીએ હાઈકોર્ટને અપીલ કરી છે કે આ પ્રકારના મીડિયા ટ્રાયલ પર રોક લગાવી જોઈએ. સાથે જ તેને બદનામ કરનારી ન્યૂઝ ચેનલ્સ વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ.

અભિનેત્રીની યાચિકા પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ બધું ક્લીઅર કરવાની માગ કરી છે. કોર્ટે કેન્દ્ર સરકાર, પ્રસાર ભારતી અને પ્રેસ પરિષદને કહ્યું કે, તે રકૂલની યાચિકાને રી-પ્રેઝન્ટેશન તરીકે માને અને જલ્દી આના પર નિર્ણય લે. હાઈકોર્ટે એ આશા પણ જતાવી કે, મીડિયા રિયા ચક્રવર્તીના કેસમાં રકૂલ પ્રીત સિંહ સાથે સંબંધિત સમાચારમાં સંયમ રાખશે.

છેલ્લા થોડા દિવસથી ઘણા રિપોર્ટ્સમાં NCBના સૂત્રોના હવાલે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ કેસમાં સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાનું નામ લીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને ટૂંક સમયમાં સમન્સ પણ મોકલવામાં આવી શકે છે. જોકે, NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ આ ખબરનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું તેમને બૉલીવુડ સેલેબ્સનું કોઈ લિસ્ટ નથી બનાવ્યું અને કોઈને સમન્સ પણ મોકલ્યું નથી. અત્યારસુધી ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત 17 લોકો અરેસ્ટ થઈ ગયા છે. વધુ તપાસ ચાલુ છે.

First Published: 17th September, 2020 17:16 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK