દક્ષિણ ગુજરાતમાં ધોધમાર કમોસમી વરસાદ પડતાં વીજળી ડૂલ, ખેડૂતો ચિંતામાં

Published: Mar 07, 2020, 07:48 IST | Surat

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાતથી પલટો આવ્યો હતો. મોડી રાતથી વલસાડમાં વરસાદ પડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાતથી પલટો આવ્યો હતો. મોડી રાતથી વલસાડમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે ૮ વાગ્યાથી સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો જે પોણો કલાક સુધી વરસતાં પાણી-પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી. વહેલી સવારથી પોણો કલાક જેટલો સમય સુરત સહિત જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે રોડ પાણી-પાણી થઈ ગયા હતા. વહેલી સવારે માવઠાના વરસાદને લઈને કેરી, ચીકુવાડી વગેરે પાકોને નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સવારથી વરસાદના કારણે ધંધે અને નોકરીએ જતા લોકો અટવાઈ ગયા હતા. સવારે રેઇનકોટ લીધા વગર નીકળેલા લોકોને બ્રિજ કે અન્ય જગ્યાઓ પર ઊભા રહી જવાનો વારો આવ્યો હતો. પોણો કલાક સુધી ધંધા રોજગારે જતા લોકો અટવાયા હતા.

તાલાલામાં કેરીના પાકને નુકસાન

દીવમાં વહેલી સવારે ચાર વાગ્યે વરસાદી ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલાલા અને કોડીનાર પંથકમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જ્યારે જસદણ અને આટકોટ પંથકમાં રાત્રે બે વાગ્યે ૧૫ મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તૈયાર પાકના ઢગલાને ઢાંકવા માટે ખેડૂતોમાં રાત્રે દોડધામ મચી હતી. તેમ છતાં ઘઉં, જીરું, ચણાનો પાક પલળી ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK