Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતઃ કિશોરનું વજન ઘટાડવા માતા સ્વિમિંગ કરાવવા લઈ ગઈ, નજર સામે ડૂબ્યો

સુરતઃ કિશોરનું વજન ઘટાડવા માતા સ્વિમિંગ કરાવવા લઈ ગઈ, નજર સામે ડૂબ્યો

18 April, 2019 07:50 AM IST | સુરત

સુરતઃ કિશોરનું વજન ઘટાડવા માતા સ્વિમિંગ કરાવવા લઈ ગઈ, નજર સામે ડૂબ્યો

માતાની નજર સામે જ ડૂબ્યો બાળક

માતાની નજર સામે જ ડૂબ્યો બાળક


ન્યુ સિટીલાઇટમાં ડીઆરબી કૉલેજ સામે પાલિકા સંચાલિત સ્વિમિંગ-પૂલમાં મંગળવારે સાંજે ૧૧ વર્ષના એક ટીનેજરનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આ સ્વિમિંગ-પૂલમાં ચાર તરવૈયાઓ તહેનાત હોવા છતાં ટીનેજરનું મોત થતાં ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય નામનો ડૂબી ગયેલો કિશોર માતા-પિતાનું એકનું એક સંતાન હતો.

મૂળ મહારાષ્ટ્રના રાયગડના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઈ કનોજેનો ૧૧ વર્ષનો પુત્ર ચૈતન્ય માતા પ્રતિભા સાથે પાલિકા સંચાલિત સ્વિમિંગ-પૂલમાં તરવાનું શીખવા ગયો હતો. માતા સ્વિમિંગ-પૂલમાં સામે બેસીને તેને જોતી હતી. એ અરસામાં માત્ર બે મિનિટમાં ચૈતન્યનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. ચૈતન્ય લોકભારતી સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો હતો. તેના પિતા સેલ્સમૅન છે અને માતા ફિઝિયોથેરપિસ્ટને ત્યાં નોકરી કરે છે. ખટોદરા પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.



આ પણ વાંચોઃ નાના અને મોટા બનેં પડદા પર સફળતા મેળવનારી ગુજ્જુ ગર્લ પ્રાચીની આવી છે અદાઓ


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2019 07:50 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK