પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની મમ્મી સુનંદા આજે કોર્ટમાં હાજર થશે

Published: Sep 30, 2019, 11:53 IST | સુરત

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની મમ્મી સુનંદા આજે કોર્ટમાં હાજર થશે

શિલ્પા શેટ્ટી પરિવાર સાથે
શિલ્પા શેટ્ટી પરિવાર સાથે

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે અહીંની સેશન્સ કોર્ટ દ્વારા નૉનબેલેબલ વૉરન્ટ કાઢવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં આરોપી સુનંદા શેટ્ટી આજે જિલ્લા ન્યાયાલયમાં હાજર થશે. નોંધનીય છે કે આ કેસ ૧૯૯૮નો છે.

કેસની વિગત મુજબ ૧૯૯૮માં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની સ્વિટ્ઝરલૅન્ડ અને પૅરિસમાં શૂટિંગ કરી એક ઍડ ફિલ્મ બનાવી હતી. કહેવાય છે કે આ ઍડ રિલીઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી. ફરિયાદીએ આ ઍડના શૂટિંગપેટે રૂપિયા પાંચ લાખ ચૂકવી દીધા હતા. ફરિયાદની હકીકત મુજબ આ પેમેન્ટ બાદ પણ આરોપીઓએ રૂપિયા બે લાખ વધારાના માગ્યા હતા. આ કેસમાં બાદમાં માફિયા ગૅન્ગની પણ એન્ટ્રી થઈ હતી.

તા. ૨૪, ૨૫ માર્ચ, ૨૦૦૩થી તા. ૧ મે, ૨૦૦૩ દરમિયાન ફરિયાદીના ઘરે અસંખ્ય વાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તથા બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસ અહીંની કોર્ટમાં ચાલી રહ્યો હોઈ પરંતુ ચાર્જફ્રેમની પ્રોસેસ પર અટક્યો હોઈ કોર્ટ દ્વારા સુનંદા શેટ્ટીને વૉરન્ટ બજાવી ૩૦ સપ્ટેમ્બર, સોમવારે હાજર રહેવા જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK