ઈ-મેમોનો દંડ નહીં ભરનાર સુરતીઓ તૈયાર રહેજો

Updated: Nov 16, 2019, 08:58 IST | Tejash Modi | Surat

૧૧૧ કરોડનો દંડ વસૂલવા માટે પોલીસ હવે ઍક્શનમા આવી છે. જોકે સમાધાન શુલ્ક ભરનારા સુરતીઓ ઈ-મેમો ભરવામાં આળસુ જણાયા. ૨૦૧૩થી ૨૦૧૯ દરમ્યાન ૧૨૧ કરોડ રૂપિયાના ઈ-મેમો ફટકારવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત ૧૦ કરોડ રૂપિયા વાહનચાલકોએ ભર્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સરકાર, પોલીસ અને આરટીઓ વિભાગ સતત મહેનત કરી રહ્યાં છે છતાં વાહનચાલકો નિયમ નહીં પાળીને કાયદાનું સ્પષ્ટ ઉલંઘન કરતા હોય છે. ગુજરાતમાં ટ્રાફિકના નવા કાયદાનું કડક પાલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં દરરોજ લાખો રૂપિયાનો દંડ પોલીસ અને રાજ્ય સરકારને મળી રહ્યો છે. દંડ ભરવામાં મોજીલા સુરતીઓ પણ પાછળ નથી. પહેલી નવેમ્બરથી ૮ દિવસમાં સુરતીઓએ સ્થળ પર જ એક કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. જોકે સમાધાન શુલ્ક ભરનારા સુરતીઓ ઈ-મેમો ભરવામાં આળસુ જણાયા. ૨૦૧૩થી ૨૦૧૯ દરમ્યાન ૧૨૧ કરોડ રૂપિયાના ઈ-મેમો ફટકારવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત ૧૦ કરોડ રૂપિયા વાહનચાલકોએ ભર્યા હતા. બાકીને ૧૧૧ કરોડ કેવી રીતે વસૂલવા એ માટે ટ્રાફિક-વિભાગના નવા ડીસીપીએ ઍક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં અલગ-અલગ ટીમ બનાવીને વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતીઓનાં વખાણ આમ તો અનેક બાબતે થાય છે.

ખાવા-પીવા અને ફરવાના શોખીન સુરતીઓ નિયમ તોડવામાં પણ અવ્વલ છે, કારણ કે સુરત ટ્રાફિક પોલીસના અહેવાલ પ્રમાણે ટ્રાફિકના નિયમ તોડવા બદલ સુરત શહેરના ટ્રાફિક-વિભાગ દ્વારા સીસીટીવી કૅમેરાની મદદથી ઈ-મેમોથી દંડ ફટકારવામાં આવે છે. જોકે દંડની રકમ ભરવામાં સુરતીઓ આળસુ સાબિત થયા છે. રાજ્યમાં સૌથી પહેલી વખત સુરત શહેર પોલીસ દ્વારા સીસીટીવી કૅમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને ઈ-મેમો ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એની શરૂઆત કરાવી હતી. એપ્રિલ ૨૦૧૩થી સુરતમાં વાહનચાલકો પાસેથી ઈ-મેમો દ્વારા તોડેલા ટ્રાફિકના નિયમનો દંડ વસૂલાતો હતો. આ કામગીરી હાલમાં પણ ચાલી રહી છે, પરતું સુરત પોલીસ અને ટ્રાફિકનું તંત્ર ઈ-મેમોના કરોડ રૂપિયાના દંડની વસૂલાતમાં તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. ૨૦૧૩થી ૨૦૧૯ દરમ્યાન ઈ-મેમો મારફત સુરતીઓને ૪૬ લાખથી વધુ ઈ-મેમો અપાયા હતા, જેની દંડની રકમ ૧૨૧ કરોડ રૂપિયા થાય છે, પરંતુ સુરતીઓએ માત્ર ૧૦.૪૮ કરોડ રૂપિયાનો જ દંડ ભર્યો છે. આમ ટ્રાફિક-પોલીસને સુરતીઓ પાસેથી હજી ૧૧૧ કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. હાલમાં ટ્રાફિક-વિભાગના ડીસીપી તરીકે નિયુક્ત થયેલા પ્રશાંત સુમ્બેના ધ્યાનમાં આવ્યા બાદ સમગ્ર સ્થિતિનો અભ્યાસ કર્યા પછી તેમણે કેટલાક મુદ્દે અસરકારક કામગીરી કરવા ઍક્શન પ્લાન બનાવ્યો હતો. એની મદદથી ૧૧૧ કરોડ રૂપિયાની વસૂલાત કરી શકાય.

surat

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK