Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વરસાદે વિનાશ સર્જ્યો દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન

વરસાદે વિનાશ સર્જ્યો દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન

24 October, 2019 11:30 AM IST | સુરત

વરસાદે વિનાશ સર્જ્યો દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન

ડાંગરનો પાક

ડાંગરનો પાક


હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવાળી ટાણે વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણાં થયાં હતાં. જોકે જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બપોરે બેથી સાંજે ૬ વાગ્યા દરમિયાન સામી દિવાળીએ નોંધનીય સારો વરસાદ ઝિંકાયો હતો. ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.



ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ડાંગરની ખેતી કરી હતી ત્યારે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો હતો, જેનાથી ચાલુ વર્ષે સારા નફાની ખેડૂતોને આશા જાગી હતી. પરંતુ અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેનાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં ટ્રાફિક જૅમનાં દૃશ્યો સર્જાયાં હતાં.


ડાંગ જિલ્લાના વઘઈમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં જ રોકાવા મજબૂર બન્યા હતા. દિવાળીના ફટાકડા અને દિવાળીનો રંગોળી અને સજાવટનો સામાન વેચવા માટે જાહેર માર્ગ પર બેસેલા લારી અને પાથરણાવાળા શ્રમજીવીઓ પણ માલ બચાવવા માટે અટવાતા જોવાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 11:30 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK