Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરત: પૈસા માટે કાકાએ કર્યું ભત્રીજાનું અપહરણ

સુરત: પૈસા માટે કાકાએ કર્યું ભત્રીજાનું અપહરણ

16 January, 2019 02:27 PM IST | સુરત
Dirgha Media News Agency

સુરત: પૈસા માટે કાકાએ કર્યું ભત્રીજાનું અપહરણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરતના વરાછા વિસ્તારનો આ એક કિસ્સો છે. જેમાં સંપત્તિના ઝઘડામાં એક કાકાએ તેના છ વર્ષના ભત્રીજાનું જ અપહરણ કર્યું. ફક્ત એટલુ જ નહીં, ભત્રીજાને છોડવવા માટે કાકાએ 50,000 રૂપિયાની માંગ કરી છે. પોલીસ પૂરા મામલા સુધી પહોંચે ત્યા તો કાકા ભત્રીજાને અમદાવાદ મૂકીને ભાગી ગયા.

મળેલી માહિતી મુજબ વરાછામાં બજરંગ નગરમાં રાજુ મુજાણી અને હેતલ મુજાણીને બે જોડિયા સંતાનો છે. તેમના ઘરની બાજુમાં તેમનો મોટો ભાઈ ભરત ભાડેના ઘરમાં રહે છે. ભરત ખરાબ આદતો ધરાવે છે. ત્યારે 11 તારીખે ભરત રાાજુ મુજાણીનો દીકરો જયને પીપુડી ખરીદી કરવા લઈ ગયો હતો. ત્યાર બાદલ બન્ને ઘરે પાછા નહોતા ફર્યા. આ બાબતે પરિવારે જયની શોધખોળ શરૂ કરી દીધી. ત્યારે ભરતે તેમના ભાઈને ફોન કરીને જયને છોડવવા માટે 50,000ની માંગણી કરી હતી. રાજુભાઈએ આ બાબતે પોલીસને જાણ કરી હતી.



જોકે, બીજી તરફ પોલીસ વધારે સતર્ક થઈ ગઈ. ભરત ભત્રીજાને અમદાવાદના નિકોલ વિસ્તારમાં છોડીને ભાગી ગયો. બીજી તરફ આ બાળક બિનવારસી મળતા નિકોલ પોલીસે તેનો કબજો લીધો હતો. બાળકની પુછપરછ કરી તો તે સુરતનો હોવાનું જણાવ્યું. તેથી અમદાવાદ પોલીસે સુરત પોલીને જાણ કરી હતી. વરાછા પોલીસ બાળકને લેવા માટે અમદાવાદ પહોંચી હતી.


આ પણ વાંચો : વાવ: પ્રેમી પંખીડાઓનો અપઘાત

ઉલ્લેખનીય છે કે, ભરત પહેલાથી જ ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. બોરીવલીમાં ચોરીના કેસમાં તે સાડા સાત વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. મકાનનું ભાડું ભરતને તેના ભાઈ રાજુએ આપ્યું ન હતું, તેથી મન દુઃખ થતા તેણે જયનું અપહરણ કર્યું.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 02:27 PM IST | સુરત | Dirgha Media News Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK