Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આચારસંહિતાના ભંગની પહેલી ફરિયાદ સુરતમાં થઈ

આચારસંહિતાના ભંગની પહેલી ફરિયાદ સુરતમાં થઈ

17 March, 2019 09:07 AM IST | સુરત

આચારસંહિતાના ભંગની પહેલી ફરિયાદ સુરતમાં થઈ

સાંસદ સી આર પાટિલને શૅર કર્યો છે ફોટો

સાંસદ સી આર પાટિલને શૅર કર્યો છે ફોટો


લોકસભાના ઇલેક્શનની અનાઉન્સમેન્ટ થાય એ પહેલાં જ થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો કોઈ પાર્ટી કે નેતા ઍડ્વાન્ટેજ ન લઈ શકે એવા શુભ આશય સાથે ઇલેક્શન કમિશને ગાઇડલાઇનમાં સ્પષ્ટતા સાથે ઉલ્લેખ કર્યો છે કે આચારસંહિતા લાગુ કર્યા પછી કોઈ નેતા પાર્ટી કે પાર્ટીના ઉમેદવાર સાથે દેશની સેના કે પછી સૈનિકને લગતી એક પણ પ્રકારની કમેન્ટ પોતાના સોશ્યલ મીડિયા કે પ્રચારમાં નહીં કરી શકે. જોકે ગુજરાતની નવસારી બેઠકના સંસદસભ્ય સી. આર. પાટીલે શુક્રવારે રાતે ૯.૩૪ વાગ્યે નરેન્દ્ર મોદી અને સેનાને જોડતી પોસ્ટ ફેસબુક પર અપલોડ કરતાં ગુજરાત કૉન્ગ્રેસે પુરાવા સાથે સી. આર. પાટીલ સામે આચારસંહિતાની ફરિયાદ સુરતના કલેક્ટર સામે નોંધાવી છે, જેના પુરાવાઓ જોયા પછી કલેક્ટરે એ ફરિયાદ દાખલ પણ કરી છે.

સુરતના કલેક્ટર ડૉ. ધવલ પટેલે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો એ પોસ્ટ અમે ઉતરાવી છે અને હવે અમે તેમની પાસેથી જવાબ માગ્યો છે કે આ પોસ્ટ તેમણે કયાં કારણોસર મૂકી? જવાબ આવ્યા પછી તેમની સામે ઍક્શન નક્કી થશે અને જો બીજી વખત આવી ભૂલ કરશે તો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટને બ્લૉક કરવા સુધીનાં પગલાં લઈ શકાય છે.’



સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘મેં તો લાગણીવશ થઈને સારી પોસ્ટ હતી એટલે બધા સાથે શૅર કરી. બાકી આવું કરવાથી વોટ મળી જાય એવું હું તો નથી માનતો.’


આ પણ વાંચોઃ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કોણ?

આચારસંહિતાના ભંગની દેશભરમાં હજી કોઈ ફરિયાદ થઈ નથી. ફરિયાદનું આ ખાતું ખોલવાનું શ્રેય સુરતના ફાળે જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 09:07 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK