સુરતના પવન શર્મા નામના મિનિએચર-આર્ટિસ્ટે લૉકડાઉનના સમયનો સદુપયોગ સોપારી પર ચિત્રો બનાવવામાં કર્યો છે. તેણે સોપારી પર રામમંદિર, ગણેશજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો કોતર્યાં છે.
મિનિએચર-આર્ટિસ્ટ પવન શર્માએ કોરોનાના ક્વૉરન્ટીનમાં સોપારી પર કોતરણીને શોખ તરીકે વિકસાવી હતી. અત્યાર સુધીમાં તેણે સોપારી પર પાંદડાંઓનાં બૉક્સ, શંખ શેલ સ્ટૅન્ડ્સ, કોરોના-વૉરિયર્સ, નાનાં લઘુચિત્ર, પાણીનાં વાસણ જેવાં લગભગ ૬૦ ચિત્રો કોતર્યાં છે.
સોપારી સખત હોવાથી એના પર ચિત્રો કોતરવામાં ખૂબ મહેનત અને સમય માગી લે છે. એ વિશે પવન શર્માનું કહેવું છે કે શરૂઆતમાં બેથી ત્રણ કલાકનો સમય લેતાં આ ચિત્રો હવે માત્ર ૧૫ મિનિટમાં તૈયાર કરી શકાય છે.
આ મસ્તીખોર બિલ્લીઓ ગમે એવો ખરાબ મૂડ મજાનો કરી દેશે
25th January, 2021 08:58 ISTસેનેટર બર્ની સૅન્ડર્સનો ફોટો જર્સીમાં છાપીને ચૅરિટી માટે ભંડોળ ઊભું કરી રહ્યા છે
25th January, 2021 08:53 ISTજર્મનીના બેઘર લોકોને અપાયા સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ
25th January, 2021 08:51 ISTઆ મેકઅપ-આર્ટિસ્ટ શરીરના ભાગોને ગાયબ કરી દઈ શકે છે
25th January, 2021 08:31 IST