સંતાન ન થતા પતિએ અપાવ્યો ડામ, આઘાતમાં પત્નીએ કર્યો આપઘાત

Published: Jul 10, 2019, 13:08 IST | સુરત

સુરતમાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતાં અંધશ્રદ્ધાએ એક મહિલાનો જીવ લઈ લીધો. આજના આધુનિક સમયમાં અંધશ્રદ્ધાની આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સુરતમાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતાં અંધશ્રદ્ધાએ એક મહિલાનો જીવ લઈ લીધો. આજના આધુનિક સમયમાં અંધશ્રદ્ધાની આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી જશો. ઘટના એવી છે કે મૃતક મહિલાને બાળકો નહોતા થતા, ત્યારે પતિએ ડોક્ટરને બતાવવાના બદલે પત્નીને ભૂવા પાસે લઈ જઈ ડામ અપાવ્યા. પતિ અને ભૂવાની કરતૂતથી મહિલા એટલી ડરી ગઈ કે તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

મહિલાના આપઘાત બાદ મૃતકના માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે. આ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારની છે. જહાંગીરપુરામાં રહેતી કોમલને લગ્ન બાદ બાળક નહોતા થતા. ત્યારે તેના પતિ દીપક રાઠોડે તેને ભૂવા સાથે મુલાકાત કરાવી. ભૂવાએ બાળક થવા માટે સારવારના નામે કોમલને ડામ આપ્યા. આ ઘટનાથી આઘાતમાં આવી ગયેલી કોમલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

આ પણ વાંચોઃ લોકસભામાં ઉછળ્યો માંડલમાં થયેલી દલિત યુવકની હત્યાનો મુદ્દો

આ ઘટનાની જાણ થતા કોમલના માતાએ તેના પતિ દીપર રાઠોડ સામે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે આરોપી પતિ દીપક રાઠોડની ધરપકડ કરી લીધી છે. પોલીસ ફરિયાદમાં મૃતકની માતા અને બહેનના જણાવ્યા પ્રમાણે કોમલને બાળકો ન થતાં દિપકે તેને ભૂવા પાસે લઇ જઇને ડામ અપાવ્યા હતા. ભૂવાએ કોમલના શરીર ઉપર ચાર જગ્યાએ ડામ આપ્યા હતા. જેના કારણે કોમલ આઘાતમાં આવી જઇને આ પગલું ભર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK