સુરત: ઉધના રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવતા 3 યુવકોના મોત

Updated: Jul 13, 2019, 20:15 IST

રાજસ્થાનથી વલસાડ 6 યુવાનો એક હોટલમાં કામ કરવા અને પૈસા કમાવવાની આશાએ ઘરથી નીકળેલા 6 યુવકોમાંથી ટ્રેનની અડફેટે આવતા 3 યુવકોના મોત થયા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉઘના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવી જતા 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનથી વલસાડ 6 યુવાનો એક હોટલમાં કામ કરવા અને પૈસા કમાવવાની આશાએ ઘરથી નીકળેલા 6 યુવકોમાંથી 3 યુવકોના મોત થયા છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે કુલદિપ, પ્રવિણ નારાયણસિંઘ અને પ્રવિણ ધીરસિઘે મોતને ભેટ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા માટે નીકળ્યા હતા પરંતુ ટ્રેન સુરત સુધીની હોવાથી ઉતરીને વલસાડ જવા માટે બીજી ટ્રેનમાં બેઠા હતા પરંતુ આ ટ્રેનમાં સવાર મુસાફરોએ માહિતી આપી હતી કે, આ ટ્રેન સુપરફાસ્ટ છે અને આ ટ્રેન વલસાડ ઉભી રહેશે નહી. ટ્રેન ઉધના- સુરત વચ્ચે ટ્રેન ધીમી પડતા ચાલુ ટ્રેને ઉતરી ગયા હતા જો કે 6માંથી 3 યુવકો રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

રાજસ્થાનથી કુલ 6 મિત્રો કામ કરવા માટે વલસાડ આવી રહ્યા હતા. અકસ્માત બાદ કુલદિપનું મોત ઘટનાસ્થળે થયું હતુ જ્યારે પ્રવિણ નારાયણસિંઘ અને પ્રવિણ ધીરસિઘેને સારવાર માટે 108 મારફતે લઈ જવાયા હતા જો કે સારવાર દરમિયાન બન્નેના મોત થયા હતા. આ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK