માસ્ક અંગે ગુજરાત હાઈ કોર્ટના આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો

Published: 4th December, 2020 15:15 IST | Agencies | New Delhi

માસ્ક ન પહેરે તેને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલવાના ગુજરાત હાઈ કોર્ટના આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો

માસ્ક અંગે ગુજરાત હાઈ કોર્ટના આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો
માસ્ક અંગે ગુજરાત હાઈ કોર્ટના આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો

માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા આપવા માટે મોકલવાની જોગવાઈના ગુજરાત વડી અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે સ્થગિત કર્યો હતો. ગુજરાત વડી અદાલતના આદેશને પડકારતી રાજ્ય સરકારની અપીલની સુનાવણીમાં ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે વડી અદાલતના આદેશની જોગવાઈ ઘણી આકરી છે અને એવું કરવાથી માસ્ક વગર ફરવાની શિક્ષા ભોગવનારાઓની તબિયત પર ગંભીર અસર પડી શકે છે. ગુજરાતમાં કોરોના રોગચાળા પર નિયંત્રણ માટેની ગાઇડલાઇન્સનું સખતાઈથી પાલન નહીં કરવા બાબતે સર્વોચ્ચ અદાલતની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે હિમાચલ પ્રદેશમાં પણ જાહેર સ્થળોએ ફેસમાસ્ક નહીં પહેરવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવા સહિત કોવિડની ગાઇડલાઇન્સને નહીં અનુસરવા બાબતે નારાજગી દર્શાવી હતી. ઉક્ત બેન્ચે અન્ય એક અરજીની વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં હિમાચલ પ્રદેશની સરકારને કોરોના-ઇન્ફેક્શનની સારવાર માટે દરદીઓને અપાતી સગવડ અને મૂળભૂત માળખાકીય સુવિધાઓ બાબતે સ્ટેટસ રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે પાટનગર દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસના વધતા પ્રકોપ બાબતે ચિંતા દર્શાવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK