સુપ્રીમ કોર્ટે જોકે એવી શરત મૂકી છે કે ફિલ્મમાં આ સૉન્ગમાં જ્યારે તાતા, બિરલા અને બાટાનો ઉલ્લેખ થશે ત્યારે આ નામનો ઉલ્લેખ જે-તે ઉદ્યોગપતિઓની ઇમેજને નુકસાન પહોંચાડવાના હેતુસર નથી કરવામાં આવ્યો એવી સ્પષ્ટતા કરતું સ્ટેટમેન્ટ દર્શાવવું પડશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરના વડપણ હેઠળની બેન્ચે ગઈ કાલે આ આદેશ આપતાં ફિલ્મમેકરને ભવિષ્યમાં કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવાની તાકીદ કરી હતી. જાણીતી શૂ-મેકર કંપની બાટાએ આ ફિલ્મના સૉન્ગમાં તેમના નામના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવતાં આ અરજી કરી હતી. બાટા ઉપરાંત તાતા જૂથે પણ આ ગીતનો વિરોધ કર્યો હતો. અગાઉ દિલ્હી હાઈ કોર્ટે પણ ફિલ્મને વિવાદાસ્પદ સૉન્ગ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. ફિલ્મ ‘ચક્રવ્યૂહ’ ૨૪ ઑક્ટોબરે દશેરાના દિવસે રિલીઝ થશે.
કૃષિ કાયદા માટે નિયુક્ત પૅનલ બદલવાની ખેડૂતોની માગણી પર SC ખફા
21st January, 2021 14:06 ISTબોમ્બે હાઈકોર્ટમાં અભિનેતા સોનુ સૂદની અરજી નામંજૂર, BMCએ ફટકારી હતી નોટિસ
21st January, 2021 13:06 ISTનેતાઓ ઉજવણીના જ મૂડમાં હોય છે, પક્ષપ્રમુખો પાલન કરાવે
20th January, 2021 14:17 ISTશ્રીરામ નામ ગુજરાતીઓને વહાલું રે વહાલું; રામસેવક છે ગુજરાતીઓ
19th January, 2021 08:07 IST