કોર્ટના તિરસ્કારના કેસમાં પ્રશાંત ભૂષણ કસૂરવાર

Published: Aug 15, 2020, 11:38 IST | Agencies | New Delhi

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અવમાનના દોષી માન્યા છે. હવે તેમની સજા પર ૨૦ ઑગસ્ટે ચર્ચા થશે.

પ્રશાંત ભૂષણ
પ્રશાંત ભૂષણ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અવમાનના દોષી માન્યા છે. હવે તેમની સજા પર ૨૦ ઑગસ્ટે ચર્ચા થશે. સુપ્રીમ કોર્ટે ન્યાયપાલિકા પ્રત્યે કથિત રીતે બે અપમાનજનક ટ્વીટ કરવાના કેસમાં અધિવક્તા પ્રશાંત ભૂષણની વિરુદ્ધ સ્વતઃ શરૂ કરાયેલ અવમાનની કાર્યવાહીમાં ભૂષણને અવમાનના દોષી ગણ્યા છે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની બેન્ચે આ કેસમાં ભૂષણને દોષી માન્યા.

સુપ્રીમ કોર્ટે પાંચ ઑગસ્ટે આ કેસમાં સુનાવણી પૂરી કરતાં કહ્યું હતું કે તેના પર ચુકાદો બાદમાં સંભળાવાશે. આની પહેલાં અધિવક્તા પ્રશાંત ભૂષણે એ બે ટ્‌વીટનો બચાવ કર્યો હતો જેમાં તેમણે કોર્ટની અવમાનના કરી છે. તેમણે કહ્યું હતું કે એ ટ્‌વીટ ન્યાયાધીશોની વિરુદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઈ હતી અને એ ન્યાય-પ્રશાસનમાં અડચણ ઉત્પન્ન કરતી નહોતી.

ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એસ. એ. બોબડે અને ચાર ભૂતપૂર્વ સીજેઆઇને લઈ પ્રશાંત ભૂષણની તરફથી કરાયેલ બે અલગ-અલગ ટ્‌વીટ્સ પર સ્વતઃ સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ અવમાનની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK