સુપ્રીમ કોર્ટે આંતરધર્મીય લગ્નને કારણે કરવામાં આવતા ધર્માંતરણને નિયંત્રિત કરતા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના વિવાદાસ્પદ નવા કાયદાઓની ચકાસણી કરવા માટે બુધવારે સંમતિ દર્શાવી હતી.
જોકે ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ કાયદાઓની વિવાદાસ્પદ જોગવાઈઓ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો અને બે જુદી જુદી પિટિશન પર બન્ને રાજ્ય સરકારોને નોટિસ જારી કરી હતી.
અૅડ્વોકેટ વિશાલ ઠાકરે તથા અન્ય તેમ જ એક એનજીઓ ‘સિટિઝન ફોર જસ્ટિસ અૅન્ડ પીસ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓએ આંતરધર્મી લગ્નોના ધર્માંતરણને નિયંત્રિત કરતા ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન ઓર્ડિનન્સ, ૨૦૨૦ અને ઉત્તરાખંડ ફ્રીડમ ઑફ રિલિજ્યન એક્ટ, ૨૦૧૮ની બંધારણીય કાયદેસરતાને પડકારી હતી.
મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી
18th January, 2021 14:20 ISTરાજસ્થાનમાં બસમાં કરંટ લાગતાં દેરાસર જઈ રહેલા ૬ ભાવિક ભડથું, ૧૬ દાઝ્યા
18th January, 2021 14:15 IST૪૪૭ લોકોને થઈ વૅક્સિનની સાઇડ ઇફેક્ટ, ૩ હૉસ્પિટલમાં
18th January, 2021 14:00 ISTલતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
17th January, 2021 20:33 IST