કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો, રાજ્યસભા ચૂંટણી સામેની અરજી ફગાવી

Published: Jun 25, 2019, 12:22 IST | નવી દિલ્હી

કોંગ્રેસને સુપ્રીમકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાજ્યસભા ચૂંટણી સામેની અરજી ફગાવવામાં આવી છે.

કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો
કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો

ગુજરાતમાં રાજ્યસભાની બંને બેઠકોની અલગ-અલગ બેલેટથી જ ચૂંટણી કરાવવામાં આવશે. દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી છે. સાથે તેને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે.

ગુજરાતથી વિદેશમંત્રી એસ જયશંકર અને ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને ભાજપ મેદાનમાં ઉતારી રહી છે. આ પહેલા એસ. જયશંકરની સાથે બળવંત સિંહ રાજપુત મેદાનમાં ઉતરે તેવી શક્યતા હતી. જો કે તેમના સ્થાને જુગલજી ઠાકોર આવી ગયા છે.

કોંગ્રેસને કેમ નુકસાન?
ગુજરાતની બંને બેઠકો પર જો એક સાથે એક જ બેલેટ પેપર પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેમા જીત મળી શકે છે. પરંતુ જો ધારાસભ્યોની સંખ્યાને જોતા અલગ-અલગ બેલેટથી ચૂંટણી થાય તો જીત ભાજપની થશે. સંખ્યાબળના હિસાબે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મતો જોઈએ. એક બેલેટ પર એક જ મત નાખી શકાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ને એક બેઠક આસાનાથી મળી જાત કારણ કે તેની પાસે 71 ધારાસભ્યો છે. પરંતુ નોટિફિકેશન પ્રમાણે બંને માટે અલગ-અલગ વોટ કરવાના છે. એવામાં તેમને બે વાર મત આપવાનો મોકો મળશે.

આ પણ વાંચોઃ એસ. જયશંકર,જુગલજી ઠાકોર ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર, આજે ભરશે ફોર્મ

શા માટે અલગ અલગ અધિસૂચના?
અમિત શાહને લોકસભા ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર 23 મેના દિવસે આવી ગયું હતું જ્યારે સ્મૃતિને 24 મેના રોજ મળ્યું. જેનાથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર આવી ગયું. આ આધાર પર આયોગે બંનેની બેઠકોને અલગ અલગ માની છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે રાખી છે. આવું થવાથી બંને બેઠકો પર ભાજપને જીત મળી જશે. કારણ કે સૌથી વધુ પ્રથમ ક્રમાંકના મળેલા મતો નવી રીતે નક્કી થશે. જો એકસાથે ચૂંટણી થઈ હોત તો કોંગ્રેસને એક બેઠક મળી જાત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK