સુનીતા વિલિયમ્સ માટે તેની બહેનને ભારતમાંથી બાળક દત્તક મળશે નહીં

Published: 29th December, 2012 07:20 IST

અવકાશમાં સૌથી વધુ સમય એક મહિલા તરીકે સ્પેસવૉક કરવાનો વલ્ર્ડ રેકૉર્ડ ધરાવતી સુનીતા વિલિયમ્સની મોટી બહેન દીના પંડ્યાએ લગભગ બે મહિના પહેલાં બાળક દત્તક લેવા માટે ઍપ્લિકેશન કરી હતી, જે ઍપ્લિકેશન ગઈ કાલે રાજકોટમાં આવેલા કાઠિયાવાડ બાળાશ્રમે રિજેક્ટ કરી દીધી છે.


કાઠિયાવાડ બાળાશ્રમનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ જ્યોત્સ્નાબહેન અજુડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટીએ તૈયાર કરેલી ગાઇડલાઇન મુજબ સિંગલ મધર બનવા માગતી યુવતીની ઉંમર પચાસથી ઓછી હોવી જોઈએ, પણ દીના પંડ્યાને પચાસ વર્ષ થયાં હોવાથી તેને ઇન્ડિયામાંથી બાળક દત્તક તરીકે આપી શકાશે નહીં. આ બાબતની જાણકારી ગઈ કાલે અમે તેને મેઇલ કરીને આપી દીધી છે.’

દીના પંડ્યા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK