આખી દુનિયાના ભારતીયોને અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સનું હૅપી દિવાલી

Published: 13th November, 2012 18:05 IST

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી ભારતીય મૂળની અમેરિકન ઍસ્ટ્રોનૉટે આ સંદેશો વહેતો મૂક્યોભારતના અને વિદેશમાં રહેતા ભારતીયો માટે હાલમાં અવકાશમાં કાર્યરત ભારતીય મૂળની ૪૭ વર્ષની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી દિવાળીની શુભેચ્છા આપતો સંદેશો વહેતો મૂક્યો છે.

તેણે લોકલ ટીવી શોમાં પોતાનો સંદેશો આપતાં કહ્યું છે કે ‘હું ભારતમાં અને વિદેશમાં રહેતા ભારતીયોને દિવાળીની શુભેચ્છા આપવા માગું છું. આ એક બહુ ઉત્સાહસભર તહેવાર છે અને અમે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં પણ આ દિવસની ઉજવણી કરી રહ્યા છે એ વાતનો મને આનંદ છે.’

ભારત પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારા ભારતીય સંસ્કારોને કારણે જ હું આજે જ્યાં છું ત્યાં સુધી પહોંચી શકી છું. મને ભારતના લોકો તરફથી ભરપૂર ટેકો મળ્યો છે જેનો મને બહુ આનંદ છે અને આ માટે હું આભારની લાગણી વ્યક્ત કરી રહી છું. મને ખાતરી છે કે અમે અહીં જે કામ કરી રહ્યા છે એને સફળતાપૂર્વક આટોપ્યા બાદ બહુ જલદી પૃથ્વી પર પાછા આવી જઈશું. ત્યાર બાદ આશા છે કે મને આગામી દિવાળી ભારતમાં ઊજવવાની તક મળશે.’

સુનીતા વિલિયમ્સે દિવાળીના પ્રસંગ નિમિત્તે આપેલો આ ઇન્ટરવ્યુ એકસાથે ૭૫ દેશોમાં પ્રસારિત થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK