ગઈ કાલે સ્પેસમાં છેલ્લા દિવસે ભાવુક બની ગયેલી સુનીતાએ કહ્યું હતું કે આ એક એવી જગ્યા છે જે છોડીને જવાની સહેજ પણ ઇચ્છા નથી થતી. ગઈ કાલે ધરતી પર પુનરાગમનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. શનિવારે સુનીતાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નું સુકાન નાસાના અવકાશયાત્રી કેવિન ફૉર્ડને સોંપ્યું હતું.
જુલાઈ મહિનામાં સ્પેસમાં પહોંચેલી સુનીતાએ આઇએસએસ પર પાંચ મહિના જેટલો લાંબો સમય ગાળ્યો હતો. સુનીતા અવકાશમાં સૌથી લાંબો વખત રહેનાર મહિલાનો વિક્રમ ધરાવે છે. સુનીતા જપાનના અવકાશયાત્રી અકી હોશીદે અને રશિયન અવકાશયાત્રી યુરી મેલેન્ચેકો સાથે ધરતી પર પાછી ફરશે. અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા સુનીતાના પિતા દીપક પંડ્યા દીકરીના આગમનને લઈને ઉત્સાહિત છે. પૃથ્વી પર પાછા ફરવાની તૈયારી કરી રહેલી સુનીતાએ કહ્યું હતું કે આટલા લાંબા રોકાણ છતાં મારો સામાન માત્ર દોઢ કિલો વજન જેટલો જ છે. જોકે રમૂજ કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘હું માત્ર એક જોડી કપડાં જ રાખતી હતી, કારણ કે સ્પેસમાં ઇમ્પþેસ કરવા માટે કોઈ હતું જ નહીં.’
દેશમાં કોરોનાના ફક્ત 2 ટકા એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 15,158 કેસ
16th January, 2021 10:01 ISTજબરદસ્ત વાઈરલ થયું યશની 'KGF 2નું ટીઝર, કલાકમાં 2 લાખથી વધારે લોકોએ જોયું
8th January, 2021 11:18 ISTThe Family Man 2: મનોજ બાજપાઈની વેબ સિરીઝ આ તારીખે થશે રિલીઝ
2nd January, 2021 14:37 ISTમોહનલાલની દૃશ્યમ 2 ઑનલાઇન રિલીઝ થશે
2nd January, 2021 13:24 IST