સુનીલ શેટ્ટીની પોલ ખૂલી

Published: 23rd December, 2011 06:14 IST

રૂપેરી પડદે ભલે ઍક્ટર સુનીલ શેટ્ટી ભ્રષ્ટાચાર સામે લડતો હોય, પણ વાસ્તવિક જિંદગીમાં તેણે સુધરાઈ પાસે યોગ્ય પરમિશન લીધા વગર જ વરલીમાં ફર્નિચરનો એક શોરૂમ બાંધ્યો હોવાની વિગતો આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ર્ફમેશન) ઍક્ટ હેઠળની અરજીના જવાબમાં બહાર આવી છે.અકેલા

મુંબઈ, તા. ૨૩

સુધરાઈએ આ મામલે તેને કામ રોકી દેવાનો આદેશ પણ આપ્યો હતો. ૨૦૦૬માં સુનીલ શેટ્ટીને લૅન્ડલૉર્ડે માત્ર રિપેરિંગ કરવા માટે જ એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપ્યું હતું, પરંતુ સુનીલ શેટ્ટીએ પિલરને નુકસાન પહોંચાડીને ત્યાં શોરૂમ ઊભો કર્યો હતો. આઘાતજનક વાત એ હતી કે ૨૦૧૧ની ૩ ઑગસ્ટે સુધરાઈએ સુનીલ શેટ્ટીને કામ રોકવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સુધરાઈની નોટિસની પરવા કર્યા વગર કામ પુરજોશમાં ચાલુ હતું. ફરિયાદ મુજબ વરલીના જીજામાતાનગરમાં જ્યાં અગાઉ બ્રૉડવે રેસ્ટોરાં હતી ત્યાં હવે ફર્નિચરનો શોરૂમ બાંધવામાં આવી રહ્યો છે. જોકે સુધરાઈના અધિકારીઓ પણ આ મામલામાં ચોખ્ખા નથી. તેઓ માત્ર નોટિસ મોકલીને બેસી રહ્યા હતા. આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અસદ પટેલે આ મામલે અધિકારીઓનો જવાબ માગતાં કહેવામાં આવ્યું કે લીગલ કામ કરને કા વક્ત નહીં મિલતા તો ઇલીગલ કામ કહાં સે દેખું. નવાઈની વાત એ છે કે સુધરાઈએ સુનીલ શેટ્ટીને માહિતી લીક કરતાં અસદ પટેલ પર ૨૩ નવેમ્બરે સુનીલ શેટ્ટીનો ફોન પણ આવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હું અઢી વર્ષથી પરમિશન માગું છું, પણ મળી નથી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK