Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કાંદાની છાલ બાળવાથી ખૂબબધા પૈસા મળે છે

કાંદાની છાલ બાળવાથી ખૂબબધા પૈસા મળે છે

29 July, 2012 06:10 AM IST |

કાંદાની છાલ બાળવાથી ખૂબબધા પૈસા મળે છે

કાંદાની છાલ બાળવાથી ખૂબબધા પૈસા મળે છે


onion-chhalમાનો યા ન માનો

સૌની ઇચ્છા હોય છે વધુ ને વધુ પૈસા મેળવવાની. પોતાની પાસે જેટલા પૈસા છે એનાથી કોઈને સંતોષ નથી હોતો ને એટલે પૈસા આવવા કે જવા વિશે દેશવિદેશમાં જબરી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે. કદાચ આ બધી જ માન્યતાઓ ખોટી છે એવો તર્ક સમજાતો હોવા છતાં વધતેઓછે અંશે આ માન્યતાઓને લોકો યાદ રાખે છે અને ક્યારેક અજમાવી પણ જુએ છે. પૈસાની લૉટરી લાગવા વિશેની કેટલીક માન્યતાઓ જોઈએ.



જો ઘરમાં લાલ કરોળિયો જોવા મળે તો તમારા ઘરમાં પૈસાનું જાળું બંધાશે એવું મનાય છે. તમે ઊંઘમાં હો કે પ્રાર્થના કરતા હો ત્યારે લાલ કરોળિયો જો તમારા શરીર કે કપડાં પર ફરે તો તમારી આર્થિક મુશ્કેલીઓ ખૂટી પડશે અને ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે એવી એક સ્ટ્રૉન્ગ માન્યતા યુરોપિયન અને ઈસ્ટ એશિયાના દેશોમાં છે.


ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને ચીનના લોકો માને છે કે જમણા હાથમાં ખૂજલી આવે તો પૈસા આવશે અને ડાબા હાથમાં ખૂજલી આવે તો ખોટ કે ખર્ચ થશે. જોકે સ્પેન, ઇટલી અને આફ્રિકાના કેટલાક દેશો આનાથી તદ્દન ઊલટું માને છે.

સ્કૉટલૅન્ડ અને જપાનમાં એવી માન્યતા છે કે તમારા ઘરમાં કોઈ ઉંદર વારંવાર આવવાનું શરૂ કરે તો તમારા ઘરમાં ખૂબબધા પૈસા આવવાના છે. સ્કૉટલૅન્ડનાં અંતરિયાળ ગામોમાં સુખસમૃદ્ધિ મેળવવા માટે પાલતુ પ્રાણીની જેમ ઉંદર પણ પાળવામાં આવે છે. આ ગામોમાં બિલાડી પાળવા પર પ્રતિબંધ છે કેમ કે એ ઉંદરને મારી નાખે છે. ઘરની અંદર ઉંદર મરી જાય કે એનો શિકાર થાય તો રહેનાર વ્યક્તિને ખૂબ મોટો આર્થિક ફટકો પડશે એવું માનવામાં આવે છે.


રોમમાં આજેય એવી માન્યતા છે કે સવારે ઊઠીને તમને એકસાથે ત્રણ-ત્રણ ઘોડા રસ્તા પર જોવા મળે તો તમારાં લેણાં નીકળતા પૈસા અથવા તો જૂના વારસાની મિલકત તમને મળશે.

કાંદાની સૂકી કે લીલી છાલને અગ્નિમાં બાળવાથી ખૂબબધા પૈસા આવે છે. એટલે જ ચીનના લોકો કાંદાની વાનગી બનાવ્યા પછી એનાં છોતરાં ચૂલામાં બાળી નાખે છે.

આયરલૅન્ડમાં એવું માનવામાં આવે છે કે આકાશમાં મેઘધનુષ્ય જ્યાં પૂરું થાય છે એ દિશાની ખુલ્લી જમીનમાં ખજાનો છુપાયેલો પડ્યો હોય છે.

અમેરિકામાં તમે કંઈ પણ ખરીદવા કે ખાવા જાઓ અને તમારું બિલ બે ડૉલરનું બને તો એ ખરાબ કહેવાય. તમારે બે ડૉલરથી થોડુંક ઓછું અથવા તો થોડુંક વધારે જ ખરીદવું જોઈએ, નહીંતર ટૂંક સમયમાં જ તમારી પર આર્થિક તકલીફો આવી શકે છે.

સ્કૉટલૅન્ડમાં વધુ પૈસા મેળવવા માટે એક નુસખો પ્રચલિત છે. પૂનમના દિવસે ચાંદ આકાશમાં દેખાય એટલે એ તરફ એક સિક્કો લઈને ત્રણ વાર ઉછાળવો. એમ કરવાથી આગામી મહિનામાં પુષ્કળ પૈસા આવે છે. બ્રિટનમાં અમાસના દિવસે આકાશ તરફ સિક્કો રાખીને વધુ પૈસા મેળવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવે તો એકમથી ચંદ્રમા વિકસે છે એમ-એમ પૉકેટમાં પૈસા પણ વધવા લાગે છે.

જો તમારા હાથમાંથી પૈસા પડી જાય તો તમારે જાતે ઉઠાવીને પૉકેટમાં ન મૂકવા, બીજા કોઈ દ્વારા એ ઉઠાવીને તમને આપવામાં આવે તો વધુ પૈસા તમને મળે ને તમે જાતે ઉઠાવો તો તમને લૉસ થવાની સંભાવનાઓ વધી જાય.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 06:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK