Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: રામ રતન ધન પાયો

કૉલમ: રામ રતન ધન પાયો

14 April, 2019 01:57 PM IST |
રુચિતા શાહ

કૉલમ: રામ રતન ધન પાયો

રામનવમી

રામનવમી


શ્રીરામના જીવનને જેટલું જાણશો એટલા જ તેમના પ્રેમમાં પડતા જશો. દાયકાઓથી ભગવાન રામના જીવનના કેટલાક પ્રસંગો ટીકાકારોનો ફેવરિટ વિષય રહ્યા છે છતાં તેમના ભક્તોની સંખ્યા વધતી રહી છે. શ્રી રામનું જીવન આજના જમાનામાં સાપેક્ષ છે? જવાબ છે સોએ સો ટકા, કારણ કે ભગવાનના તમામ અવતારોમાં સૌથી વધુ માનવીય અવતાર એટલે શ્રી રામ. જેમણે ક્યાંય પોતાના ઈશ્વરીય પાવરનો ઉપયોગ નથી કર્યો, ક્યાંય ચમત્કાર નથી સજ્ર્યા. બિલકુલ માનવ બનીને રહ્યા અને છતાંય તમામ આદર્શો જીવનમાં પાળી શક્યા. રામનવમીના દિવસે પ્રભુ રામના જીવનચરિત્રના સંદર્ભમાં વિદ્વાનોના વિચારો પ્રસ્તુત છે

રામના જીવનની કેટલીક ઘટનાઓ માટે બૌદ્ધિકો વષોર્થી ડિબેટ કરતા આવ્યા છે. રામે આમ કર્યું એ સારું હતું અને તેમ કર્યું એ ખોટું હતું. રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના અવતાર હતા, છતાં બન્નેમાં કેટલાક પાયાના ભેદ છે. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા. કેટલાક વિદ્વાનો માને છે કે રામે કર્યું એ કરવાનું અને કૃષ્ણે કહ્યું એ કરવાનું. રામના જીવનને આદર્શ જીવન કહેવાય છે અને આદશોર્ તો માત્ર પુસ્તકોમાં જ સારા લાગે કે ખરેખર એને જીવનમાં ઉતારી શકાય? મૂળ વાલ્મીકિ રામાયણ બાદ રામાયણમાં ઘણાં રૂપાંતરણ અને સંસ્કરણો થયાં છે. વિવિધ ગ્રંથોના માધ્યમે રામના જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા કેટલાક વિદ્વાનો સાથે આ દિશામાં થયેલી ચર્ચાઓની ફળશ્રુતિ આપની સમક્ષ પ્રસ્તુત છે.



શ્રીરામ સતત માનવ તરીકે આપણે શ્રેષ્ઠ કઈ રીતે બની શકીએ એની શીખ આપે છે: ભગવતી બી. દવે


આગળ કહ્યું એમ રામ ભગવાનનો અવતાર હતા, પરંતુ અહીં મનુષ્ય તરીકે જ રહ્યા અને માનવની જેમ જ દરેક ઘટનાઓનો સામનો કર્યો. ભગવાન રામ પર લખાયેલા વાલ્મીકિ રામાયણ જેવેા લગભગ બારેક પુસ્તકો અને ટીકાઓનો લગભગ ચૌદ વર્ષ સુધી ઊંડો અભ્યાસ કરીને ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ નામનું પુસ્તક લખનારા ભગવતી બી. દવે કહે છે, ‘રામ જ એક એવા ભગવાન છે જે તદ્દન કૉમન મૅન તરીકે જીવ્યા છે. તેમણે ક્યાંય દેવત્વ દેખાડ્યું નથી. તેમણે તેમના જીવનમાં સામાન્ય માનવને નડતી તમામ મુશ્કેલીઓનો આમ આદમી તરીકે સામનો કર્યો ને સાથે મર્યાદાઓનું પણ જતન કર્યું. એટલે જ રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. તમે તેમના જીવનને ઊંડાણથી જોશો તો સમજાશે કે ડગલે અને પગલે તેમણે મર્યાદા જાળવી છે. રામ જેવી મર્યાદા આજના જમાનામાં પણ નિભાવવી શક્ય છે. પોતાના જીવનના તમામ રોલમાં તેઓ મર્યાદા એટલે કે વિવેક જાળવી શક્યા છે. ભગવાન હતા અને ધારત તો સીતાજીને રાવણ પાસેથી તાત્કાલિક લાવી શક્યા હોત પણ વિવેક ચૂકે એ રામ શાના? એ સમયે બહુપત્નીત્વનો રિવાજ હતો, પરંતુ રામ સીતા સિવાય ક્યારેય બીજી કોઈ સ્ત્રીનો વિચાર સુધ્ધાં ન લાવ્યા. એટલે સુધી કે લગ્નમાં સજોડે બેસવાની વાત આવી તો રામે સીતાજીની સુવર્ણની મુર્તિ ઘડાવીને તેમને મુર્તિસ્વરૂપ સજોડે રાખ્યા. આ શ્રેષ્ઠ પતિ તરીકેનો દાખલો હતો. સીતા માતા ધરતીમાં સમાઈ ગયાં ત્યારે ભગવાન રામ પણ રાજકાજ છોડીને સયુર્માં જતા રહ્યા. વનવાસમાંથી પાછા ફરેલા રામે સૌથી પહેલાં રાજમહેલમાં પોતાને વનવાસ મોકલવા માટે નિમિત્ત બનનારી કૈકૈયીના ચરણસ્પર્શ કરીને તેમના પુત્ર તરીકેની સજ્જતા દર્શાવી. સ્ત્રીને આદર આપવાની વાત રામના જીવન ચરિક્ષમાંથી સતત ઝળકે છે. સાઉથના રામચરિત્રને આધારિત પુસ્તકમાં પ્રસંગ આવે છે. યુદ્ધ દરમ્યાન જ્યારે મંદોદરી પોતાના મૃત પુત્ર ઇન્દ્રજિતના હાડકાંઓ વીણી રહી હતી એ દૃશ્ય જોઈને ભગવાન રામને ચક્કર આવી ગયાં. માનવ તરીકેનાં તેમનાં આવાં જ સંવેદનો શબરીના બોર પ્રસંગમાં પણ તમે જોઈ શકો છો. એ સમયે પણ તેમણે માનવ તરીકેની પોતાની પ્રતિષ્ઠા અકબંધ રાખી. કૃષ્ણની જેમ કોઈ ચતુભુર્જરૂપના દર્શન નથી આપ્યાં કે ન કોઈ મહેલમિનારા ચણી આપ્યા. સુવર્ણ મૃગની લાલચમાં પડેલાં સીતામાતાની જીદ પૂરી કરવા માટે તત્પર થનારા રામમાં પત્નીનિષ્ઠ પતિને તમે જોઈ શકો છો. સતત શ્રીરામ માનવ તરીકે આપણે શ્રેષ્ઠ કઈ રીતે બની શકીએ એની શીખ આપે છે.’

એવું કંઈ છે જ નહીં જે રામે કર્યું, પણ આપણે ન કરી શકીએ? : ડૉ. વિજય પંડ્યા


રામાયણ એ કુટુંબકથા છે. રામાયણમાં માનવજાતના અસ્તિત્વમાં છુપાયેલા વિરોધાભાસ તમે જોઈ શકો છો. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર અને વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિના (સમીક્ષિત આવૃત્તિ એટલે કે મૂળ ગ્રંથમાં કાળક્રમે ઉમેરાયેલા ઉમેરાઓને ફરી દૂર કરીને મૂળ સ્વરૂપમાં જ સ્થાપિત મૂળ ગ્રંથ) ૧૮ હજાર શ્લોકને પહેલી વાર ગુજરાતીમાં અનુવાદ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડનારા ડૉ. વિજય પંડ્યા આ સંદર્ભમાં કહે છે, ‘રામાયણમાં રામ જેમ આદર્શવાદને અનુસરી રહ્યા છે એમ કેટલાંક પાત્રો તેમનાથી તદ્દન વિપરીત છે. એટલે જ તે સંપૂર્ણ કૌટુંબિક ગ્રંથ બની રહે છે. એક તરફ દશરથના પિતાને ત્રણ મુખ્ય રાણીઓ અને એ સિવાય અંત:પુરમાં લગભગ ૩૫૦ રાણીઓનો કાફલો હતો એવા ઉલ્લેખો કેટલાક ગ્રંથોમાં મળે છે. અને બીજી બાજુ રામ એક પત્નીત્વના વþતને છેક સુધી નિભાવી શક્યા. ડગલે ને પગલે રામાયણમાં બે છેડાઓ દર્શાવીને શું કરશો તો શું થશે એની માર્ગદર્શિકા આપે છે. વધુ પત્નીત્વને કારણે દશરથનો અંતિમ સમય કેવો કારમો ગયો એ જોઈ શકો છો. એક સામાન્ય માણસના જીવનમાં આવે એવાં તમામ દુખ રામને પણ ભોગવવા પડ્યાં છે. પત્નીનું અપહરણ થાય એનાથી વધુ કરુણ ઘટના સામાન્ય માનવ માટે શું હોય? રામ એમાંથી પસાર થાય છે. એ દુખી થાય છે એનું વર્ણન છે. એક તરફ રામની લાગણીશીલતા છે તો બીજી બાજુ અધર્મ સંહાર કરવા માટે યોદ્ધા તરીકે પણ પાછા પડે એમ નથી. કેટલાક લોકો રામે ઝાડ પાછળથી કિષ્કિંધાના વાનર રાજા વાલિનો વધ કર્યો એ વાતની ભારે ટીકા થઈ છે. જોકે આ પણ માનવવાદી વલણ હતું. વાલિ અને સુગ્રીવ વચ્ચેનો સંઘર્ષ વધી ગયો હતો. વાલિએ પોતાના ભાઈની પત્નીને આંચકી લીધી હતી. વાલિ વાનર હતો અને તેની યુદ્ધનીતિ જુદી હતી. પહેલી વાર સુગ્રીવને જ વાલિ સાથે લડવા મોકલ્યો અને તે હાર્યો. એ સમયે પણ શ્રીરામ હાજર હતા, પણ તેમણે પગલુ લીધું નથી. તેમણે તમામ પ્રયાસો કર્યા પછી પણ જ્યારે પરિણામ ન આવ્યું એટલે વાલિનો તેમણે પોતાની રીતે સંહાર કર્યો. જોકે એમાં મતાતંર છે. બેશક, માનવ તરીકે અન્યાયનો વિરોધ કરવામાં જ્યારે ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળી આડી કરવી પડે એ વાત આ પ્રસંગમાંથી શીખી શકાય એવી છે. આજના સમયે એ રીતે પણ રામ સાપેક્ષ છે. રામ ઈfવાકુ વંશના રાજકુમાર છે અને છતાં જંગલમાં નિષાધ નામના ભીલ સાથે તેઓ દોસ્તી કરે છે. ઊંચનીચનો ભેદ હણે છે. સમાજની દૃષ્ટિએ નીચલા કુળની શબરીનાં એઠાં બોર તેઓ આરોગે છે. લંકા જીત્યા પછી પણ લંકા પર રાજ કરવાના ઓરતા તેમણે રાખ્યા નથી, એને બદલે તેમણે વિભીષણને રાજગાદી પણ બેસાડ્યા. પત્ની માટે યુદ્ધ કરનારા રામ સામ્રાજ્યવાદી નથી. શ્રીરામના જીવનમાં એ બધું જ ઘટ્યું જે સામાન્ય માનવના જીવનમાં ઘટે અને કોઈ પણ જાતના ચમત્કારો દેખાડ્યા વિના તેમણે તેને નિષ્ઠાપૂર્વક અને આદશોર્ને જાળવીને પાર પણ પાડ્યું. ઝીણવટપૂર્વક જોશો તો પણ સમજાશે કે એવું કંઈ છે જ નહીં જે રામે કર્યું, પણ આપણે ન કરી શકીએ? એટલે જ તેમના તમામ આદશોર્ આજે પણ એટલા જ હયાત અને સાપેક્ષ છે.’

સામર્થ્યવાને પોતાની શક્તિનો દુર્વ્યય ન કરવો એ રામ પાસેથી શીખવાનું છે : ભૂપેન્દ્ર પંડ્યા

ધર્મના સિદ્ધાંતોને કેવી રીતે રોજબરોજના આચરણમાં લાવીને આદર્શ જીવન જીવી શકાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી રામ છે. પોતે કષ્ટ સહન કરીને પણ સત્યની પ્રતિષ્ઠા કરવી અને અન્યને સુખી કરવા માટે પોતે ત્યાગ કરવો એ વાત રામચંદ્રજીએ ચરિતાર્થ કરી દેખાડી છે. રામના જીવનનો વિવિધ ગ્રંથોમાં ઊંડો અભ્યાસ કરનારા જાણીતા કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા કહે છે, ‘આજના સમયમાં શાંતિ અને માનસિક સ્વસ્થતા લાવવી હશે તો રામ જેવા બનવું પડશે. લોકો મૂળ ગ્રંથ નથી વાંચતા અને અનુવાદો પર નર્ભિર રહે છે, જેથી રામના જીવનની ઘટનાઓનું ખોટું અર્થઘટન થયું છે એ સ્વીકારવું પડશે. સૌથી વધુ પ્રચલિત ઘટના એટલે રામે સીતાની અગ્નિપરીક્ષા લીધી ધોબીના કહેવાથી. રામાયણનો મૂળ ગ્રંથ વાલ્મીકિ રામાયણ વાંચો તો તમને ખબર પડશે કે કોઈ ધોબી હતો જ નહીં. વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં વિસ્તારપૂર્વકના વર્ણન સાથેનો એક પ્રસંગ છે કે અયોધ્યાની રાજગાદી પર બિરાજમાન શ્રી રામનો ભદ્ર નામનો દૂત રામ પાસે જાય છે. રામ તેમને પૂછે છે કે પ્રજામાં શું માહોલ છે. કેવા પ્રકારની વાતો ચાલે છે, જેના જવાબમાં ખૂબ જ ખચકાટ અને સંકોચ સાથે ભદ્ર બોલતો નથી. છેલ્લે રામ તેને અભયદાનનું વરદાન આપે છે ત્યારે પણ અનિચ્છાએ તે કહે છે કે પ્રજાજનોમાં સીતામાતાના ચારિત્રને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્રણથી ચાર મહિના રાવણ સાથે અશોકવાટિકામાં રહેલાં સીતાજીની પવિત્રતા પર અયોધ્યાના પ્રજાજનોમાં પ્રfનાર્થ છે. એની પાછળ રાવણની પ્રતિષ્ઠા પણ જવાબદાર હતી. રાવણ કામી અને સૌંદર્યનો શિકારી પુરુષ છે. તેણે આટલા સમયમાં કોઈ સ્ત્રીને કંઈ જ કર્યા વિના પાછી મોકલી દીધી હોય એ વાત પ્રજાજનોને પચે એવી નહોતી. આ વાત જ્યારે રામ સાંભળે છે ત્યારે તેઓ દુખી થાય છે. રડી પડે છે. આખી રાત ચિંતન કરીને બીજે દિવસે સવારે પોતાના ત્રણેય ભાઈઓને બોલાવીને આ વાત કરે છે અને અગ્નિપરીક્ષાની વાત આવે છે. રામ મહામાનવ છે. તેમને સીતાજી પર શંકા નથી, પણ સાથે તેઓ અયોધ્યાના રાજા છે અને રાજા હોવાને નાતે રાજરાણી માટેની પ્રજાની શંકાનો પ્રજાની નજરમાં ઉકેલ આવે એ જરૂરી છે અને એ રાજ્યની પ્રતિષ્ઠા માટે જરૂરી છે એવું પણ રામ સ્વીકારે છે, જેથી સીતાજી પવિત્ર છે એનું પ્રમાણ પ્રજાને મળે એ માટે અગ્નિપરીક્ષા થાય છે. સીતાજી પણ આ વાત જાણે છે. અહીં પણ તમે વિચારો કે રામ તો રાજા હતા અને એક વટહુકુમ કરીને પણ પ્રજાને આ પ્રકારની વાતો કરનારને આકરી સજા થશે એવું કહી શક્યા હોત, પણ તેઓ સમજે છે કે જે પ્રજાને રાજાના પરિવાર પર વિfવાસ ન હોય તો રાજાને સત્તા પર બેસવાનો અધિકાર નથી. રામ સત્તા છોડે તો એ આઘાત પણ પ્રજા સહી શકે એમ નથી એ પણ તેઓ જાણતા હતા.’

આવા તો અઢળક ગુણો રામના જીવનમાંથી આપણે સૌએ ઉતારવા જેવા છે. પ્રજાસ્નેહી રામ પરિવારસ્નેહી પણ હતા. કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા કહે છે, ‘તેમના જેવો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પત્નીપ્રેમ અલભ્ય છે. પ્રેમ ત્યાગે છે અને મોહ માગે છે. રામના જીવનમાં સતત આ ત્યાગની ધારા તમે જોઈ શકશો. પિતાજીની આજ્ઞા માનીને રામ રાજ્ય ત્યાગે છે અને વનમાં જાય છે. એક એવી પણ વાત આવે છે કે દશરથ પોતે આપેલા વચનનું ઉલ્લંઘન કરીને રામને વનમાં ન જવા માટે કરગરે છે. પોતાને કારાવાસમાં મૂકીને ગાદી પર બેસવાની વિનંતી કરે છે, પણ રામ પિતાના વચનને અને માતા કરતા પણ વિશેષ એવી વિમાતા કૈકૈયીની ઇચ્છાને માથે ચડાવે છે. રામ ભગવાન છે. ક્ષત્રિય રાજા છે. ખૂબ શક્તિશાળી છે, પણ ક્યાંય શક્તિનો દુરુપયોગ કરતા નથી. રામ સેતુ બનાવતાં પહેલાં તેમણે ધાર્યું હોત તો સમુદ્રને સુકાવીને રસ્તો કાઢી શક્યા હોત, પણ તેમણે ત્રણ દિવસ સુધી સમુદ્રદેવને વિનંતી કરી અને સેતુ બનાવવા માટે સહાય માગી, પણ જ્યારે તે ટસના મસ ન થયા ત્યારે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એ પહેલાં જ સમુદ્રદેવે રામના પગમાં પડીને તમામ સહયોગ આપ્યો અને રામસેતુ બન્યો. સામર્થ્યવાન હોવા માત્રથી પોતાની શક્તિનો દુર્વ્યય ન કરવો એ રામ પાસેથી શીખવાનું છે. તેમનામાં કૃતજ્ઞતા છે. સીતાજીના હરણ વખતે તેમની રક્ષા દરમ્યાન હણાયેલા જટાયુને કણસતો જોઈને શ્રીરામનું હૈયું દ્રવી ઊઠે છે. તેઓ જટાયુના મસ્તકને પોતાના ખોળામાં રાખીને તેને શાતા આપવાના પ્રયત્ન કરે છે અને છેલ્લે તેમનો અગ્નિસંસ્કાર પણ તેઓ કરે છે. ત્રણેક વાર તેમને તાત કહીને બોલાવે છે. આ સૌભાગ્ય દશરથને નથી મળ્યું જ જટાયુને મળ્યું. આટલી નમþતા અને કૃતજ્ઞતા રામમાં છે. રામને જ્ઞાનીઓ માટે આદર છે. તેઓ પોતાના વનકાળમાં દરેક વખતે ઋષિઓને પોતે આગળ કેમ વધવું એનું માર્ગદર્શન લેતા રહ્યા છે. કરુણા અને પરાક્રમ રામમાં સાથે વહે છે. અન્યાય સાંખી લેતા નથી. રાવણના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહેલા ઋષિઓની અવદશા જોઈને રામ સંકલ્પ લઈ શકે છે કે પ્રાણી માત્રને અભયતત્વ આપીશ અને એટલે જ રામરાજ્ય શબ્દ પ્રચલિત બન્યો. જ્યાં દરેક વ્યક્તિ નર્ભિયતાપૂર્વક રહી શકતી હોય. રામનો ક્ષમાભાવ અદ્ભુત છે. રાવણ સામે યુદ્ધના મેદાનમાં રામ ઊભા છે. રામની સેનાના સેનાનીઓ લડવા માટે તલપાપડ છે ત્યારે પણ રામે રાવણને યુદ્ધ કર્યા વિના સીતાજીને સોંપવા માટે અંગદ આદિને મોકલીને યુદ્ધ અટકાવવાના પ્રયત્નો કર્યા છે. ‘તાજ હમાર તાસુ હિત હોઈ’ એટલે આપણું કામ પણ થાય અને કોઈને હાનિ પણ ન થાય એ વાતને રામે પ્રયત્નપૂર્વક કરી છે. બન્ને પક્ષે વિન વિન સિચુએશન હોય એવા પ્રયત્નો કરવાની ચેષ્ટા પણ રામાયણમાંથી આપણને શીખવા મળે છે.’

અઢી હજાર પાનાંનો હસ્તલિખિત ગ્રંથ લખ્યો છે આ બહેનોએ

લગભગ ચૌદ વર્ષ પરિવાર સાથે નર્મદા પ્રદક્ષિણામાં વ્યતીત કરનારી દિવ્યા અને તન્વી જોશીએ પોતાની આ પ્રદક્ષિણા દરમ્યાન રામાયણના વિવિધ ગ્રંથોનું અધ્યયન કરીને અઢી હજાર પાનાંનો હસ્તલિખિત ગ્રંથ રચ્યો છે. તમામ ગ્રંથોનો નિચોડ પોતાની સમજણ પ્રમાણે પુસ્તક પર લાવનારાં આ બહેનો કહે છે, ‘અમે લગભગ પંદર વર્ષનાં હતાં ત્યારે આ ગ્રંથ લખવાની શરૂઆત કરી હતી. યોગવસિષ્ઠ, અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ, ગિરધરકૃત રામાયણ, સંત રામ કિંકરે લખેલા ઘણા ગ્રંથો વગેરેનું અધ્યયન કરીને નિચોડ લખ્યો છે. ‘સ્વાન્ત સુખાય’ અમારો આશય હતો. પોતાના આધ્યાત્મિક વિકાસ અર્થે અમે આ લખ્યું છે. રામ જે રીતે જીવ્યા એ રીતે જો સમાજ જીવે તો ખરેખર સમાજમાંથી ઘણાં દૂષણો નીકળી જાય. મહત્વની વાત એ છે કે એ જરાય અશક્ય નથી. સાત કાંડમાં વિભાજિત અમારા ગ્રંથમાં પણ જીવનને ઉપયોગી હોય એવી ઘણી રામાયણથી ઇન્સપાયર્ડ વાતોને સમાવવાનો પ્રયત્ન અમે કર્યો છે જે નાના બાળકથી લઈને સહુ કોઈ સમજી શકે એવી સરળ ગુજરાતી ભાષામાં છે.’

રાશિફળકથન રવિવાર, ૧૪ એપ્રિલ ૨૦૧૯

પંચાંગ

તિથી : નવમી (નોમ) ૦૯:૩૬:૪૬

નક્ષત્ર : પુષ્ય ૦૭:૪૦:૧૮

આશ્લેષા ૨૯:૫૯:૫૧

કરણ : કૌલવ ૦૯:૩૬:૪૬

તૈતુલ ૨૦:૨૫:૩૪

પક્ષ : શુક્લ

યોગ : ધૃતિ ૦૮:૦૫:૦૪

શૂળ ૨૮:૫૯:૦૮

દિવસ : રવિવાર

સૂર્યોદય : ૦૬:૨૨:૩૧

ચંદ્રોદય : ૧૩:૫૪:૦૦

ચંદ્ર રાશિ : કર્ક - ૨૯:૫૯:૫૧ સુધી

સૂર્યાસ્ત : ૧૮:૫૫:૩૪

ચંદ્રાસ્ત : ૨૭:૧૨:૫૯

આ પણ વાંચો : કૉલમઃહર મર્ઝ કરી દવા બની શકે છે હોમિયોપથી

ઋતુ : વસ

હિન્દુ માસ અને વર્ષ

શકે સંવત ૧૯૪૧ વિકારી

કલિ સંવત ૫૧૨૦

દિન અવધિ ૧૨:૩૩:૦૩

વક્રમ સંવત ૨૦૭૬

અમાંત મહિનો ચૈત્ર

પૌર્ણિમાંત મહિનો ચૈત્ર

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 01:57 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK