Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચીનનો ગજબનાક રસ્સીનો રાજા

ચીનનો ગજબનાક રસ્સીનો રાજા

30 December, 2012 06:46 AM IST |

ચીનનો ગજબનાક રસ્સીનો રાજા

ચીનનો ગજબનાક રસ્સીનો રાજા




રેકૉર્ડ મેકર

પચીસ-ત્રીસ ફૂટ ઊંચા બાંધેલા દોરડા પર ચાલવાના સ્ટન્ટ્સ કરી શકે એવા તો ઘણા લોકો પેદા થઈ ગયા. ઈવન ૩૦૦૦ ફૂટ ઊંચા પર્વતો વચ્ચે દોરી બાંધીને એક પર્વતથી બીજા પર્વત સુધી જવાનું ઝનૂન ધરાવતા લોકોની પણ હવે સ્પર્ધાઓ થાય છે. જોકે ચીનનો સમત હસન નામનો નબીરો કંઈક અલગ જ છે. તે દોરડા પર ચાલીને ઊંચાઈ સર કરે છે. મતલબ કે તે એક નાની હિલથી બીજા મોટા પર્વતની ટોચ સુધી પહોંચવા માટે એમની વચ્ચે બાંધેલા અને હવામાં ઝૂલતા દોરડા પર ચડી જાય છે.





સમતે ચીનના હુનાન પ્રાંતમાં ૩૯ ડિગ્રીના ખૂણે બાંધેલા દોરડા પર ૭૦૦ મીટર એટલે કે ૨૩૦૦ ફૂટની ઊંચાઈ પર ચડવાનો ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૨૩૦૦ ફૂટ એટલે આપણા ગિરનાર પર્વત પર આવેલા અંબાજીના મંદિર સુધી પહોંચવા માટે જે આશરે ૫૦૦૦ પગથિયાં ચડવાં પડે છે એ. યાદ રહે કે આપણે જેટલી ઊંચાઈએ પગથિયાં ચડીને જતાં હાંફી જઈએ છીએ એ સમતભાઈએ હવામાં ઝૂલતાં-ઝૂલતાં લાકડીના સહારે દોરડા પર બૅલેન્સ જાળવીને સર કરી છે. સમત કહે છે, ‘દોરડા પર ચડવાની વાત આવે ત્યારે માત્ર બૅલેન્સ ટકાવી રાખવાથી નથી ચાલતું. જમીન પર ચડાણ કરતી વખતે પગના સ્નાયુઓની મજબૂતાઈ અને હૃદય-ફેફસાંની યોગ્ય ક્ષમતા હોય એ જરૂરી છે; પણ જો હવામાં કોઈ જ આધાર વિના ચડાણ કરવું હોય તો એકાગ્રતા, બૅલેન્સ, મસલ-કન્ટ્રોલ, હાર્ટ અને ફેફસાંની ફિટનેસ ઉપરાંત સ્ટૅમિના અને જિગરની જરૂર પડે છે. એક ક્ષણ માટે પણ જો દોરડા પરથી નજર હટી તો નીચે પડવાના ચાન્સિસ પૂરા.’

સામાન્ય રીતે લાંબાં અંતરો વચ્ચે બંધાતી રસ્સી પાંચેક સેન્ટિમીટરનો વ્યાસ ધરાવતી હોય એટલી જાડી હોય, પણ સમતે લીધેલી રસ્સી માત્ર ત્રણ સેન્ટિમીટરનો વ્યાસ ધરાવતી હતી. ૨૦૦૯માં બનેલા આ રેકૉર્ડ પહેલાં સમતે અનેક વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. ૨૦૦૮માં તો તે મંઝિલથી ઘણે નજીક પહોંચી ગયો હતો ત્યારે દોરડા પરથી સરકી પડ્યો હતો. અલબત્ત, હાજર ઇમર્જન્સી-ઑફિસરોએ તેને બચાવી લીધો હતો.



૨૪ વર્ષની ઉંમરે રેકૉર્ડ બનાવનાર સમત હવે ફિટનેસ-ટ્રેઇનર છે અને જાતજાતના સ્ટન્ટ્સ પર હાથ અજમાવે છે. અલબત્ત, મોટા ભાગના સ્ટન્ટ્સ ઊંચાઈ પર ચાલવા અને ચડવાના જ હોય છે. છેલ્લાં સાડાત્રણ વરસમાં કોઈ વીરલાએ સમતનો રેકૉર્ડ તોડવાનો પ્રયત્ન પણ નથી કર્યો.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2012 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK