કૅસેટ-કાંડ

Published: Sep 15, 2019, 15:47 IST | તમંચા - વિવેક અગરવાલ | મુંબઈ

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

આ અવાજ ટેપ-રેકૉર્ડરમાં લગાવેલી કૅસેટમાંથી નીકળી રહ્યો હતો. સ્ટેટસ પબના માલિક શૈલેશ શેટ્ટી તેની સામે બેઠા હતા. ઍરકન્ડિશન્ડ રૂમમાં પણ તેમના કપાળ પર પરસેવાનાં ટીપાં બાઝ્‍યાં હતાં. આ કૅસેટ તેમને એક પાર્સલમાં આજે જ મળી હતી. એમાં જ આ અજાણ્યો અવાજ કેદ હતો...

‘મેં પાંચ વર્ષ પહેલાં ગોવા પોર્ટુગીઝ હોટેલમાં એક વેઇટરની હત્યા કરી હતી. તે ખૂન મેં તારા કહેવાથી કર્યું હતું. હજી સુધી એ હકીકત કોઈ જાણતું નથી. જો આ રહસ્ય છતું થઈ ગયું તો પોલીસ તને પકડી લેશે. તું જેલ જઈશ. બદનામ થઈ જઈશ. હું પાંચ વર્ષથી ફરાર છું. પોલીસ હજી સુધી મને પકડી શકી નથી. આગળ પણ નહીં પકડી શકે. ફક્ત હું જ પોલીસને તારા સુધી પહોંચાડી શકું છું. જો બચવું હોય તો બે લાખ રૂપિયા આપ. તો હું મારું મોઢું હંમેશ માટે બંધ કરી દઈશ.’

શૈલેશ શેટ્ટીને ૧૯૯૭ની સાતમી જાન્યુઆરીનો એ દિવસ યાદ આવ્યો, જ્યારે બાજુની હોટેલ ગોવા પોર્ટુગીઝમાં ૨૧ વર્ષના નેપાલી વેઇટર પ્રેમ બહાદુર સિંહની હત્યા કરીને સિદ્ધેશ ગૌડા ફરાર થઈ ગયો હતો.

સિદ્ધેશે પ્રેમ પર કુલ ૨૧ ઘા કર્યા હતા. તે ૪૦,૦૦૦ રૂપિયા પણ લઈ ગયો હતો. માહિમ પોલીસ અથાક પ્રયત્નો કર્યા છતાં સિદ્ધેશને પકડી ન શકી. એ જ સિદ્ધેશનો આ અવાજ હતો. ભયને કારણે શૈલેશના મોતિયા મરી ગયા. તેણે તેના ભાગીદારને કૅસેટ વિશે જણાવ્યું તો તેઓ બોલ્યા કે આપણે કશું ખોટું નથી કર્યું તો શા માટે ડરવું જાઈએ. હપ્તા વસૂલવાનો આ નવો ઉપાય છે. આપણે પોલીસની મદદ લઈશું. મિત્રની સલાહથી તેઓ ગુના શાખા સુધી જઈ પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો : એક હતી ગીતા

આ બાજુ સિદ્ધેશ અંધેરી વિસ્તારમાં છે એની બાતમી મળતાં ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્મા અને દયા નાયકની સ્ક્વૉડે બાતમીદારોને સતર્ક કર્યા. પિન્કી ટૉકીઝ પાસે તેમણે સિદ્ધેશને ઝડપી લીધો. પોલીસે પૂછપરછ કરતાં સિદ્ધેશે કબૂલાત કરી કે હત્યા કર્યા પછી તે હપ્તાવસૂલી કરવા માંડ્યો હતો અને થોડા સમય પહેલાં જ મુંબઈ પાછો આવ્યો હતો. તેણે કૅસેટ મારફત પૈસા કમાવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યો અને પોલીસની ઝપટમાં આવી ગયો. પ્રદીપ શર્માના નિકટવર્તી હોવાનો દાવો કરનારો તે દૂબળો-પાતળો, જીન્સ-ટીશર્ટમાં સજ્જ ઝીરો નંબર બોલ્યોઃ ‘સૉલિડ ખોપડી હૈ ભાઈ સાલે કા... બસ માર ખા ગયા તો અપને સાબ સે... ઉનકે સામને કિસી કા દાલ ગલતા નંઈ ના.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK