Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મારા મતે મિત્રો

04 August, 2019 12:51 PM IST | મુંબઈ
રશ્મિન શાહ

મારા મતે મિત્રો

જૅકી શ્રોફ

જૅકી શ્રોફ


આજે જ્યારે ફ્રેન્ડ્સની વ્યાખ્યાની બાબતમાં ખૂબબધી અવઢવ acવ્યાખ્યા શું છે એના વિશે વાત કરે છે. જાણો શું માનવું છે ‌તેમનું

જેની સાથે ઉંમર પણ ભૂલી જવાય તેનું નામ ફ્રેન્ડ : જૅકી શ્રોફ



ફ્રેન્ડ્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણા હોય. સાથે કામ કરતા હોય એટલે ફ્રેન્ડ્સ બની જાય, પણ જેમને ‘ભિડૂ’ કહીને બોલાવવાનું મન થાય એવા ફ્રેન્ડ્સ હવે ઓછા બને. હવે જે મુકામ પર છીએ ઉંમરની દૃષ્ટિએ અને સાથોસાથ પોતાના કામની દૃષ્ટિએ પણ, તો એવું પણ બને કે રિયલ ફ્રેન્ડ્સને પણ હવે વર્ષમાં એક કે બે aમને પર્સનલી એમ લાગે છે કે રિયલ ફ્રેન્ડ્સ એટલે એ કે જે નજર સામે ન હોય તો પણ સતત વિચારોમાં હોય, ફોન કે મેસેન્જરથી કે પછી અન્ય કોઈ રીતે કનેક્ટેડ હોય, વાતો થતી રહેતી હોય અને તમે તમારી બધી અપડેટ તેને આપતા રહેતા હો. ધારો કે તમે તેને ન મળો તો પણ તેની સાથે બધી વાતો શૅર કરી દો એનું નામ ફ્રેન્ડ્સ.


મારી નજરે તો સાચી દોસ્તી એને જ કહેવાય. તમે રોજ મળો, રોજ વાતો કરો કે રોજ સાથે બેસો એટલે દોસ્તી હોય એવું જરૂરી નથી. એમ તો હું સેંકડો લોકોને રોજ મળું છું, પણ એ મારા ફ્રેન્ડ્સ નથી. પણ તમે જેને ચાર-છ મહિનાથી ન મળ્યા હો અને એ પછી મળો અને તરત જ તમે તેની સાથે વાતમાં કનેક્ટ થઈ જાઓ એ સાચી દોસ્તી. જે જગ્યાએ તમારે ખુલાસાઓ ન કરવા પડે એનું નામ ફ્રેન્ડ્સ. ન મળી શકવાના કે પછી સારા કે ખરાબ ન્યુઝ શૅર ન કરવાનાં કોઈ જસ્ટિફિકેશન ન હોય એનું નામ ફ્રેન્ડ્સ. ઇન્ડસ્ટ્રી સિવાય પણ મારા તો બહુ જૂના ફ્રેન્ડ્સ છે.

તેમની સાથે હું નિયમીત કૉન્ટૅક્ટમાં રહેવાની ટ્રાય પણ કરુ છું, ફ્રી હોઉં તો હું એવી પણ કોશિશ કરું કે અમે બધા મળીએ અને એકબીજા સાથે અઢળક વાતો કરીએ. ફ્રેન્ડ્સ એટલે એક એવી જગ્યા જ્યાં કંઈ પણ અર્થહીન વાતો થઈ શકે, તમે જેવા હો એવા રહી શકો. અમે ફ્રેન્ડ્સ મળીએ ત્યારે જો અમને કોઈ જુએ તો તે માને જ નહીં કે અમે હવે એજના આ મુકામ પર પહોંચી ગયા છીએ. તમને તમારી ઉંમરના બંધનમાંથી કાઢી નાખે એનું નામ દોસ્તી.


sushant

જે રિલેશનશ‌િપમાં પસંદગીની તક તમને મળે એનું નામ દોસ્તી : સુશાંત સિંહ રાજપૂત

મૅક્સિમમ રિલેશન્સ તમને ભગવાન આપે, એકમાત્ર દોસ્તી જ એવી રિલેશનશિપ છે જે નક્કી કરવાનું તમારા હાથમાં હોય. દોસ્ત કોને બનાવવો અને તેની સાથે કેટલી હદ સુધી આગળ વધવું એ આ રિલેશનશિપમાં તમે નક્કી કરી શકતા હો છો. હું ફ્રેન્ડ્સની બાબતમાં બહુ ચૂઝી છું. મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ મહેશ શેટ્ટી છે. અમે બન્ને ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર પહેલી વાર મળ્યા અને પછી પર્મન્નટ ફ્રેન્ડ્સ બન્યા. અમારી વચ્ચે અનકિન્ડશનલ ફ્રેન્ડશિપ છે. સ‌િરિયલમાં અમે બન્ને એકબીજાની ઑપોઝિટ હતા. શૉટ આપતી વખતે લડીએ અને જેવો શૉટ ઓકે થાય કે તરત જ અમે જિગરી દોસ્ત બની જઈએ. અમારી વચ્ચે ઘણા કૉમન ફૅક્ટર્સ છે અને જેમની વચ્ચે કૉમન ફૅક્ટર્સ હોય એ લોકો ઝડપથી ફ્રેન્ડ્સ બની જતા હોય છે. અમને બન્નેને એકસરખી વાતો નથી ગમતી. શૂટિંગ પછી અમારા બન્નેમાંથી કોઈને કૅમેરા સામે આવવું ગમે નહીં. બન્ને શક્ય હોય ત્યાં સુધી એકાંત પસંદ કરીએ. દોસ્તી એટલે તમારા એકાંતને તોડ્યા વિના જે એ એકાંતમાં આવી શકે એવી વ્યક્તિ. બહુ પોએટ‌િક લાગશે આ વાત, પણ આ હકીકત છે. અમે કલાકો સુધી વાતો કર્યા વિના સાથે રહી શકીએ અને કલાકો સુધી એકબીજાની સામે જોયા વિના બેસી શકીએ. અમને મજા પણ સાથે લેતાં આવડે અને સાથે રહીને પણ અમે અમારા એકાંતને માણી શકીએ. ફ્રેન્ડ્સ વચ્ચે આવી ‌રિલેશનશિપ હોવી જોઈએ.
જો તમે એકબીજાથી વિપરીત હો તો એ ફ્રેન્ડશિપ ક્યારેય પર્સનલ લેવલ પર પહોંચે જ નહીં. જો કોઈ રિલેશનમાં તમારી દોસ્તી અમુક અંતર પર પહોંચીને અટકી જતી હોય તો તમારે માની લેવું કે તમારી બન્ને વચ્ચેના બેઝિક કોર જુદા છે અને એટલે એવું બને છે. ફ્રેન્ડ્સનો અર્થ એ નથી કે તમે ચિલ-આઉટ માટે જ મળતા હો. ફ્રેન્ડ્સ હંમેશાં એ કામ કરે જે કરવાનો તમારો મૂડ હોય. તમારા મૂડમાં ઢળી જાય ‌તેનું નામ ફ્રેન્ડ. મારી અને મહેશની વાત કરું તો અમને બન્નેને એકબીજાની દરેક વાતની પસંદ-નાપસંદની ખબર છે. બન્નેમાંથી કોઈ એકબીજાની પ્રાઇવસી બ્રેક નથી કરતું. બન્નેને એકબીજાની ક્યારેય ઈર્ષ્યા નથી હોતી. આ બહુ જરૂરી છે. ફ્રેન્ડ્સમાં ક્યારેય ઈર્ષ્યા ન હોય અને જો એવું બને તો માની લેવાનું કે તમે ફ્રેન્ડ્સ નથી, તમે ફક્ત તમારી જાતને એવા ભ્રમમાં રાખો છો કે તમે સામેની વ્યક્તિના ફ્રેન્ડ છો. ભાઈબહેનમાં કે ભાઈ-ભાઈમાં જેલસી હોઈ શકે પણ ફ્રેન્ડ્સમાં જેલસી જેવું ક્યારેય હોતું નથી.

imtiaz-ali

જેને પ્રેમ કરવાનું મન થાય તેનું નામ દોસ્ત : ઇમ્તિયાઝ અલી

ઇટ્સ અ ફૅક્ટ. દોસ્તી પહેલાં હોય, ત્યાર પછીના તમામ રિલેશન પછી હોય. તમે જેની સામે જેવા છો એવા રહી શકો, તમે જેની સાથે કોઈ જાતના દંભ વિના જીવી શકો એનું નામ દોસ્ત. તમારે દરેક જગ્યાએ ફૉર્માલિટી કરવી જ પડતી હોય, પણ એકમાત્ર ફ્રેન્ડશિપના રિ‌‌લેશન એવા છે કે એમાં તમારે ફૉર્માલિટી પણ નથી કરવી પડતી. ફૉર્મલ બનો તો આ રિલેશનની જે મીઠાશ છે એ તૂટી જાય છે. તમને ઝઘડવાનું મન થાય અને તમે ઝઘડી લીધું, તમને પ્રેમ કરવાનું મન થાય અને એ વ્યક્ત કરી દીધો એનું નામ દોસ્તી. દોસ્તી માટે આમ થોડા શબ્દોમાં કંઈ પણ કહેવું એ બહુ અઘરું છે, પણ મને લાગે છે કે વર્લ્ડની સૌથી બ્યુટિફુલ રિલેશનશ‌‌િપ જો કોઈ હોય તો એ લિસ્ટમાં સૌથી પહેલાં ફ્રેન્ડશિપ આવે. જે જગ્યાએ તમે કોઈ જાતના ખચકાટ વિના જઈ શકો, બોલવામાં તમારે શબ્દો શોધવા ન મળે, જેન્ડર બાયસ પણ મનમાં ન આવે એ રિલેશન એટલે ફ્રેન્ડશિપ. મારી દૃષ્ટિએ આ સૌથી પવિત્ર સંબંધ છે. આ સંબંધનું નામ તમે કોઈ પણ જગ્યાએ જોડી દો અને પછી તમને કોઈ કડવો અનુભવ થાય તો એને કારણે આ રિલેશનશ‌િપ ક્યાંય ઓછી નથી ઊતરતી. જેને ખૂબબધા ફ્રેન્ડ્સ હોય તેના હકીકતમાં કોઈ ફ્રેન્ડ નથી હોતા. આવું હું માનું છું અને મેં અનેક કિસ્સાઓમાં જોયું પણ છે.

આ પણ વાંચો : સાચો મિત્ર દવાનું કામ કરે,પણ જો તે સાચો હોય તો !

ઇન્ડસ્ટ્રીના મારા જિગરી યારનું નામ મારે આપવાનું હોય તો એ ડૅની છે. ડૅનીને હું છેક ‘હીરો’ના શૂટિંગ પહેલાં મળ્યો હતો. પ્રી-પ્રોડક્શન ટાઇમે. એ દિવસથી અમારી વચ્ચે ગજબનાક કનેકશન છે. અમારા વચ્ચે સેટ છે, જે કહેવું હોય એ બિન્દાસ કહી દેવાનું, કોઈ ગોળ-ગોળ વાતો નહીં. જે ફીલ કરીએ એ કહી દેવું એનું નામ ફ્રેન્ડશિપ.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2019 12:51 PM IST | મુંબઈ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK