Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કામજીવનની શ્રેષ્ઠતા માપવાના માપદંડો કયા?

કામજીવનની શ્રેષ્ઠતા માપવાના માપદંડો કયા?

28 October, 2012 07:11 AM IST |

કામજીવનની શ્રેષ્ઠતા માપવાના માપદંડો કયા?

કામજીવનની શ્રેષ્ઠતા માપવાના માપદંડો કયા?




તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી





સેક્સલાઇફને માપવા માટેના માપદંડો કયા અને કેવા હોવા જોઈએ? આપણા હાલના સામાજિક વાતાવરણમાં નૉર્મલ કે સમસ્યારૂપ યુગલોને તો મોટા ભાગે એવો જ જવાબ મળશે કે પર્ફોર્મન્સ યા ફ્રીક્વન્સી. સેક્સની જ નહીં, ઘણીબધી અન્ય બાબતોમાં પણ આપણી વિચારસરણી પર્ફોર્મન્સ ઓરિયેન્ટેડ થઈ ગઈ છે. સારો ક્રિકેટર એટલે સારું પર્ફોર્મ કરતો ક્રિકેટર! સારો વિદ્યાર્થી એટલે પરીક્ષામાં સારું પર્ફોર્મ કરીને સારા માર્કે ઉત્ર્તીણ થનાર વિદ્યાર્થી! એ જ રીતે સારો કામસાથી એટલે સારો સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ કરનાર પાર્ટનર! પણ ઊંડું વિચારતાં લાગે છે કે જાતીયતાના માપદંડોમાં કેવળ સેક્સ્યુઅલ પર્ફોર્મન્સને ગણતરીમાં લેવો જરૂરી નથી.

પ્રત્યેક સેક્સ્યુઅલ ઍક્ટ દરમ્યાન સારો દેખાવ કરનાર વ્યક્તિ પણ જાતીયતાના ઓવરઑલ ઇવૅલ્યુએશન દરમ્યાન નિષ્ફળ નીવડે એવું બની શકે છે. સેક્સ્યુઅલિટીના ઇવૅલ્યુએશનમાં પર્ફોર્મન્સને અન્ય માપદંડો જેવો એક મહત્વનો માપદંડ ગણી શકાય, પણ એ સિવાયના બીજા કેટલાક માપદંડો વિશે પણ વિચારવું જોઈએ.



ફ્રીકવન્સી ઑફ સેક્સ્યુઅલ ઍક્ટ એટલે કે યુગલ વચ્ચે આચરાતા કામસંબંધના એપિસોડ્સની સંખ્યા. સેક્સલાઇફ જેટલી વધુ સારી અને રોમાંચક હોય એટલા તેમની વચ્ચે ઘટતા કામપ્રસંગોની સંખ્યા વધારે એવી સાદી સમજ છે, પરંતુ વધુ ક્વૉન્ટિટી હંમેશાં વધુ સારી ક્વૉલિટી નથી આપી શકતી એ વાત જેમ દરેક ક્ષેત્રને લાગુ પડે છે એમ કામશાસ્ત્રને પણ લાગુ પડે જ છે. એમ છતાં વધુ કામસંખ્યા સામાન્ય સંજોગોમાં વધુ સારી જાતીય જિંદગી હોવાનું સૂચન કરે છે.

ઉત્તમ જાતીય જીવન માટેનો એક મહત્વનો માપદંડ છે સંતોષ. પ્રત્યેક સમાગમ પછીનો, એ દરમ્યાનનો, એ પહેલાંનો અને એ સિવાયના સમયગાળા દરમ્યાનનો જાતીય સંતોષ ઉર્ફે સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શન. સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સના રેટિંગ માટેના ઇન્ટરનૅશનલ સ્કેલ્સમાં પણ વ્યક્તિનું ઓવરઑલ સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શન ગણતરીમાં લેવામાં આવે છે. બન્ને પાર્ટનર્સ પોતાની જાતીય જિંદગીથી સંતુષ્ટ હોય તો એ સારા કામજીવન પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. આમાં પ્લે, ફોરપ્લે, આફ્ટરપ્લે યા ઑર્ગેઝમ તમામ પ્રક્રિયાઓ દરમ્યાન અનુભવાતો સંતોષ તથા બે કામપ્રસંગો વચ્ચે વીતતા સમય દરમ્યાનનો સંતોષ પણ ગણતરીમાં લેવાય છે. આવો જ એક માપદંડ છે કામપિપાસા અથવા તો જાતીય ઇચ્છા - ડિઝાયર, કામાતુરતા યા ઇગરનેસ ટુ હૅવ સેક્સ. પોતાના સંજોગો, કલ્ચર, સ્વાસ્થ્ય વગેરેને ધ્યાનમાં રાખીને જો વ્યક્તિની જાતીય ઇચ્છાઓ અપેક્ષા મુજબની હોય તો તેની જાતીય જિંદગી યોગ્ય, સારી અને ફળદાયી ગણાય. અતિઅલ્પ યા અતિ વધારે ઇચ્છા કામજીવનને બગાડે છે તથા અનયુઝવલ, બિનપરંપરાગત, માર્ગાન્તરિત, વિચિત્ર, વિકૃત ઇચ્છાઓ પણ કામજીવનને રેટિંગમાં ડાઉનગ્રેડ કરી શકે છે. આમ ઇગરનેસ તથા વિલિંગનેસ ટુ હૅવ સેક્સ એ પણ એક મહત્વનો માપદંડ ગણાય.

સેક્સ્યુઅલ કૉન્ફિડન્સ અથવા તો કામવિશ્વાસ એ એક અલાયદો પણ મહત્વનો માપદંડ છે. જો વ્યક્તિ સેક્સ્યુઅલ યુનિયન વખતે લઘુતાગ્રંથિ, અપરાધભાવ યા ગિલ્ટ અનુભવતી હોય તો તેની જાતીયતામાં ઊણપ આવી કહેવાય. પોતાનામાં, પોતાના કર્મમાં, પાર્ટનરમાં, તમામમાં કૉન્ફિડન્સ હોવાની બાબત સારી જાતીયતાની દ્યોતક છે.

ઘણી વાર અજ્ઞાનતા, અણસમજ, બીમારીઓ, શંકાકુશંકા વગેરે વ્યક્તિના સેક્સ્યુઅલ કૉન્ફિડન્સને તોડી નાખે છે. વ્યક્તિનો જાતીય વિશ્વાસ રચવામાં પાર્ટનરની ભૂમિકા પણ ખૂબ મહત્વની બની રહે છે.

વ્યક્તિની ઉત્તેજનક્ષમતા યા અરાઉઝેબિલિટીને પણ તેની સેક્સ્યુઅલિટીના ઇવૅલ્યુએશનના ક્રાયટેરિયા લિસ્ટમાં સામેલ કરવી જોઈએ. યોગ્ય સ્ટિમ્યુલસ વડે, યોગ્ય સંજોગોમાં, યોગ્ય સાથીની ઉપસ્થિતિમાં જે વ્યક્તિ આપમેળે પૂરતી અરાઉઝ્ડ થઈ શકે એ તેની સ્વસ્થ જાતીયતાની નિશાની ગણાય. ઉત્તેજનક્ષમતા ઓછી હોય યા નહીંવત્ હોય તો એ સારવારને પાત્ર ગણાય. અતિશય વધારે ઉત્તેજનક્ષમતા પણ નુકસાનકર્તા નીવડી શકે. એ જ રીતે અયોગ્ય સ્ટિમ્યુલાઈથી દોરવાતી અરાઉઝેબિલિટી પણ જાતીયતાને નિષ્ફળ બનાવી શકે છે.

આ ઉપરાંત પણ કામજીવનના ઇવૅલ્યુએશન માટેના ઘણા માપદંડો હોઈ શકે. પાર્ટનરનો એકબીજા સાથેનો કમ્ફર્ટ ઝોન, કામજીવનમાંથી મળતો આનંદ, જાતીયતા પ્રત્યે પૉઝિટિવ ઍટિટ્યુડ, જાતીયતા બાબતે ગંભીરતા, રિસ્પૉન્સિબિલિટી યા અકાઉન્ટેબિલિટીસભર વર્તણૂક  આ બધા જ નાના-મોટા માપદંડો છે જેના દ્વારા વ્યક્તિ યા યુગલના કામજીવનને માપી શકાય. આ માપદંડો કલ્ચર-સ્પેસિફિક પણ હોઈ શકે છે અને સમયાંતરે બદલાઈ શકે છે; કેમ કે સેક્સ એ ઍક્ટ છે,  શૈલી છે, ફિલોસૉફી છે, યુગલની સંવાદિતાની પારાશીશી છે અને સાહચર્યની ધરોહર છે.   

ગેરમાન્યતા

સેક્સના રોગોની સારવાર માત્ર વર્તનલક્ષી થેરપીથી થઈ શકતી હોય છે, એમાં દવાની જરૂર નથી હોતી

હકીકત

હકીકત એ છે કે સેક્સના ઘણા રોગોને હવે દવા દ્વારા મટાડવામાં આવી રહ્યા છે. મોટા ભાગે દવાઓ સાથે અન્ય સારવારપદ્ધતિનું મિશ્રણ કરવાથી સારું રિઝલ્ટ મળે છે

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2012 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK