સ્ત્રી માસિક વખતે વાળ કપાવે તો ગર્ભાશયની ભયંકર તકલીફ આવે

Published: 21st October, 2012 07:46 IST

માંદગી તેમ જ સાજા થવા બાબતે રશિયન લોકોમાં આવી જાતજાતની માન્યતાઓ છેમાનો યા ન માનો

પુખ્ત વયની સ્ત્રીઓએ ખુલ્લા પથ્થર, ઘાસ કે અન્ય ખુલ્લી જગ્યાએ એમ ને એમ જ બેસી ન જવું જોઈએ. હંમેશાં કોઈક કપડું, કાગળ કે મોટા વૃક્ષનું સૂકું પાંદડું પાથરીને પછી જ બેસવું જોઈએ. જો એમ ન કરવામાં આવે તો તેમની ઓવરીમાંથી ઈંડાં પેદા થવાનું બંધ થઈ જાય છે અને તેઓ મા બનવા માટે સક્ષમ નથી રહેતી. કુંવારી અને નવપરિણીત સ્ત્રીઓ જ્યાં સુધી તેમને બાળક ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ખુલ્લી કુદરતી જગ્યાએ બેસતી નથી.

બાળકોને મોજાં પહેરાવ્યાં હોય અને જો એ વરસાદમાં ભીંજાઈ જાય અથવા તો તેઓ ભીની માટીમાં ચાલે તો માંદાં પડી જાય છે એવું રશિયનો ખૂબ સ્ટ્રૉન્ગ્લી માને છે. અહીં એવી માન્યતા છે કે જો બાળક ભૂલથી પણ મોજાં પહેરીને ભીનું થાય તો તરત જ નજીકના કોઈ વૃક્ષ પાસે જઈને એક કૅન્ડલ સળગાવી દેવી જોઈએ. એમ કરવાથી બાળકને તમે માંદગીથી બચાવી શકો છો.

બાળકો અને સ્ત્રીઓએ ઘરમાં પણ પ્લાસ્ટિકના સ્લિપર્સ કે શૂઝ પહેરવાં જોઈએ. ગંદી ફર્શ પર ખુલ્લા પગ મૂકવાથી પગમાં ફોલ્લા પડી જઈ શકે છે.

જે લોકો ઝેરી કેમિકલ્સ સાથે કામ કરતા હોય તેમણે રોજ એક ગ્લાસ ગાયનું દૂધ પીવું જોઈએ એવું મનાય છે. જો ઘરમાં પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરાવી હોય કે રૂમ-ફ્રેશનર વાપર્યું હોય તો એ દિવસે એક ગ્લાસ ગાયનું દૂધ ન પીઓ તો થોડા જ દિવસમાં તમે માંદા પડી જઈ શકો છો. ઇનફૅક્ટ રશિયન લેબર લૉમાં એવું લખેલું છે કે કેમિકલ ફૅક્ટરીઓમાં કામ કરતા વર્કરોને રોજ એક ગ્લાસ દૂધ આપવું ફરજિયાત છે. જોકે દૂધમાંથી મળતા પોષણની માત્ર કેમિકલ ફૅક્ટરીના વર્કર્સને જ નહીં, હેવી શારીરિક કામ કરનારા તમામ લોકોને જરૂર હોય છે.

શરદી કે ખાંસી થઈ હોય ત્યારે ફ્રૂટ-જૅમ, બટર અથવા તો મધ ખાવાથી મટી જાય છે.

રશિયાના લોકો માને છે કે પોતાનાં કપડાંમાં અંદરની જગ્યાએ ક્યાંક પણ એક જૂની સેફ્ટી પિન પહેરવાથી અથવા તો લોખંડની કાટવાળી ચીજ રાખવાથી ખરાબ આત્મા શરીરને નુકસાન કરી શકતો નથી.

સ્ત્રીઓ માસિક ચાલતું હોય ત્યારે વાળ કપાવે તો તેમને ગર્ભાશયની કદી ન સુધરે એવી તકલીફો થાય છે. જો આવું કરવાને કારણે જે સ્ત્રીઓને બાળક ન થતું હોય એ તેઓ ઉપાય તરીકે રવિવારના દિવસે કોઈ પ્રાણીનાં રૂંછાંની એક લટ કાપીને વૃક્ષ ફરતે બાંધી દે તો તેને બાળક થઈ શકે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK