જોઈ લો વિશ્વનાં સૌથી મોંઘાં ટૉપ ફાઇવ ટીવી

Published: 23rd November, 2014 06:52 IST

સ્ટુઅર્ટ હ્યુજનું રોઝ એડિશન ટીવી કિંમત ૧૩ કરોડ ૫૬ લાખ
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

સ્ટુઅર્ટ હ્યુજનું રોઝ એડિશન ટીવી કિંમત ૧૩ કરોડ ૫૬ લાખ

૧૯૭૧માં સ્થપાયેલી બ્રિટનની સ્ટુઅર્ટ હ્યુજ નામની કંપની એક્સક્લુઝિવ અને એક્સપેન્સિવ ગૅજેટ્સ બનાવવા માટે જાણીતી છે. એણે ધ પ્રેસ્ટિજિયસ HD સુપ્રીમ રોઝ એડિશન નામનું ટીવી લૉન્ચ કર્યું છે અને એની કિંમત ૧૩ કરોડ ૫૬ લાખને કારણે એ વિશ્વમાં સૌથી વધુ મોંઘા ટીવીની કૅટેગરીમાં નંબર-વન છે. અફકોર્સ હાઈક્લાસ પિક્ચર ક્વૉલિટી અને લેટેસ્ટ ટેક્નૉલૉજીનાં ફીચર્સ ઉપરાંત આ ટીવીની ખૂબી એ છે કે એની બહારની ફ્રેમ સંપૂર્ણપણે સોનાથી મઢેલી છે અને ટીવીમાં બટનની જગ્યાએ હીરા જડવામાં આવ્યા છે. ૧૮ કૅરેટનું ૨૮ કિલો સોનું અને એક કૅરેટના ૭૨ હીરાઓને કારણે સ્વાભાવિક રીતે એની કિંમત વધી જાય છે.

સ્ટુઅર્ટ હ્યુજ પ્રેસ્ટિજ HD સુપ્રીમ એડિશન : ૯ કરોડ રૂપિયા

બ્રિટનની કંપનીનું આ ટીવી વિશ્વના સૌથી મોંઘા ટીવીમાં બીજા ક્રમાંકે આવે છે. રોઝ એડિશનની કિંમત કરતાં આ ટીવીની કિંમત એટલા માટે ઓછી છે કે એની ૫૫ ઇંચની સ્ક્રીનની પૅનલને ૨૪ કૅરેટ ગોલ્ડથી મઢવામાં આવી છે અને એમાં ટીવીના પાવર બટનની જગ્યાએ જડવામાં આવેલા એક-એક કૅરેટના ૪૮ ડાયમન્ડ છે તથા આ ટીવીમાં મગરની સ્કિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

C SEED 201 : કિંમત ૪,૮૦,૦૦,૦૦૦ રૂપિયા

આ વિશ્વનું સૌથી મોટી સાઇઝનું ટીવી છે. ૨૦૧ ઇંચના આ ટીવીનો લુક અને ટેક્નૉલૉજીનો સમન્વય જોનાર વ્યક્તિનું મન મોહ્યા વિના ન રહે. જોકે માત્ર મન મોહ્યાથી કંઈ ન વળે, કારણ કે આ ટીવીની કિંમત પણ તમને પોસાવી જોઈએ. લગભગ ૪ કરોડ ૮૦ લાખ રૂપિયાની કિંમતનું આ ટીવી ફોલ્ડેબલ છે તથા હાઇટમાં પણ ઍડ્જસ્ટેબલ છે. LED ટેક્નૉલૉજી ધરાવતું આ મોસ્ટ એક્સપેન્સિવ ટીવી છે.

Panasonic TH-152ux1 કિંમત ત્રણ કરોડ રૂપિયા

જપાનની અત્યંત જાણીતી પૅનૅસોનિક કંપનીના ટીવીનું આ મૉડલ વિશ્વના મોસ્ટ એક્સપેન્સિવ ટીવીની કૅટેગરીમાં ચોથા ક્રમાંકે આવે છે. ૧૫૨ ઇંચની ડિસ્પ્લે-સ્ક્રીન જ લક્ઝરી લુક આપે છે. અલ્ટ્રા હાઈ સ્પીડ ટેક્નૉલૉજી અને ફુલ HD પૅનલને કારણે ટીવીમાં દેખાતું દૃશ્ય જાણે વાસ્તવિક આંખ સામે હોય એટલું તીવ્ર વિઝ્યુઅલ ઊભું કરે છે. મોટા ભાગે રેલવે-પ્લૅટફૉર્મ, સ્ટેડિયમ અને ઍરપોર્ટ જેવાં જાહેર સ્થળોએ આવાં ટીવી ઇન્સ્ટૉલ કરવામાં આવે છે.

samsung 110 inch tv : કિંમત ૬૫ લાખ રૂપિયા

ડિસેમ્બર ૨૦૧૩માં લૉન્ચ થયેલું સૅમસંગનું આ ટીવી સાઉથ કોરિયાની આ કંપનીએ બનાવેલું સૌથી મોંઘું ટીવી છે. ક્લૅરિટી અને સુપર શાર્પ રેઝોલ્યુશનને કારણે આ ટીવીને અલ્ટ્રા HD તરીકે પણ ઓળખાવવામાં આવે છે. લૉન્ચ થયું ત્યારે માત્ર સાઉથ કોરિયામાં જ આ ટીવીનું વેચાણ કરવાની ગણતરી હતી, પણ પછી આ પ્રોડક્ટની ડિમાન્ડ વધતાં બીજા દેશોમાં પણ એને લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK